રંગપર અને જુના ઘાંટીલામાં જુગાર રમતા કુલ 12 ઝડપાયા

- text


મોરબીના રંગપર ગામે કાલે રાત્રે જાહેરમાં જુગાર રમતા 5 આરોપીઓ અને રૂ.૨૬૦૦ રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મોરબી તાલુકાના રંગપર ગામે કાલે રાત્રે ૨ વાગ્યે આરોપી ગણપતભાઈ દાનાભાઈ (ઉ.૨૪), દેવજીભાઈ હરિભાઈ (ઉ.૫૬), હેમંતભાઈ દેવજીભાઈ (ઉ.૫૨), કાંતિભાઈ જીવાભાઈ (ઉ.૪૯), સુરેશભાઈ જીવાભાઈ (ઉ.૪૨) રહે. બધા રંગપર ગામે જ જાહેરમાં જુગાર રમતા રૂ.૨૬૦૦ રોકડ સાથે ઝડપાયા હતા. મોરબી તાલુકા પોલીસે આ બનાવનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

માળીયા(મિ)ના જુના ઘાટીલા ગામે જુગાર રમતા ૭ ઝડપાયા
માળિયા (મિ) તાલુકના જુના ઘાટીલા ગામે કાલે સાંજે જાહેરમાં જુગાર રમતા ૭ આરોપી અને રૂ.૫૫,૬૦૦ રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, માળિયા(મિ) તાલુકાના જુના ઘાટીલા ગામે કાલે સાંજે આરોપી નવીનભાઈ દુર્ગાશંકર ઠાકર, કાન્તિલાલ શામજીભાઈ જકાસણીયા, દિનેશભાઈ ઠાકરસિહભાઈ સરાવાડીયા, જેન્તીભાઈ રામજીભાઈ કૈલા, મગનભાઈ ભુદરભાઈ લોરિયા, ખોડીદાસ પ્રભુભાઈ ઉપાસરીયા, આમદભાઈ હુસેનભાઈ ચાનીયા સહિતના જાહેરમાં જુગાર રમતા રૂ.૫૫,૬૦૦ રોકડ સાથે માળિયા પોલીસે ઝડપી આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text