મોરબીમાં જન્મદિવસની અનોખી ઉજવણી

- text


મોરબી : મોરબીના રહેવાસી કલ્પનાબેન ખખ્ખર દ્વારા પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી જલારામ મંદિર ખાતે કાર્યરત સદાવ્રતમાં યોગદાન આપી જરૂરતમંદો ને પોતાના હાથે ભોજન કરવ્યુ હતું.

- text

મોરબી શહેરમાં જન્મદિવસ ની અનોખી ઉજવણી કરવાના ટ્રેન્ડ વચ્ચે યુવાધન સેવા કાર્ય કરવા પ્રેરિત થયું છે તે અનુકરણીય છે જેમાં આજે કલ્પના બહેને પોતાના જન્મદિવસે ગરીબ જરૂરિયાતમંદો ને ભોજન કરાવી સેવા કાર્યનો ઉત્તમ નમૂનો પૂરો પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે મોરબીમાં જન્મ દિવસની અનોખી ઉજવણી કરવાનો પ્રેરણા સ્ત્રોત યંગ ઇન્ડિયા ગ્રુપ માનવામાં આવે છે કારણકે તેમના દ્વારા આવા અનેક પ્રેરણાદાયી કાર્યક્રમ આપવામાં આવે છે.

- text