મોરબીમાં અમિત શાહના પૂતળાનું દહન : કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી

- text


મોરબી : કર્ણાટક રાજ્ય ના ઉર્જામંત્રી ડીકે શિવકુમાર ના નામે ભારત સરકારના ઇન્કમટેક્ષ વિભાગે અમીત શાહ ના ઈશારે દરોડા પાડી ગુજરાત ના ધારાસભ્યઓ જ્યાં રોકાયા છે તે બેંગ્લોરની હોટલમાં દરોડા પાડી ધારાસભ્યોને ધાકધમકી નું એક વરવું પ્રદર્શન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે જેની વિરોધમાં આજે મોરબી જીલ્લા અને યુવા કોંગ્રેસ દ્વારા અમીત શાહનુ પુતળુ બાળીને વિરોધ પ્રદર્શન કરવા માટે મોરબી નગર દરવાજે ખાતે સવારે યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ બ્રિજેશ મેરજા સહિતના કોઁગિ અગ્રણીઓ અમિત શાહનું પુતળુ લઇ પહોચ્યા હતા.તે દરમિયાન મોરબી પોલીસ ત્યાં પહોંચી અમિત શાહના પુતળુ લઇ આ કોઁગિ અગ્રણીઓની અટકાયાટ કરી હતી.જેમાં પોલીસ અને કૉંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં કૉંગ્રેસ દ્વારા અમિત શાહ હાય હાય ના નારા લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 

- text