નવેમ્બરમાં મોરબીમાં 50 દેશોના વેપારી આવશે : રસ્તાની ખરાબ હાલતથી આબરૂનું ધોવાણ થવાનો ભય

નવેમ્બર મહીનામા વાયબરન્ટ સિરામીક અકસપો – સમીટ ગાંધીનગર ખાતે યોજવાની છે અને આ એકસીબીસન મા આશરે ૫૦ થી વધુ દેશો સહીત ભારતભરના ૧ લાખ થી વધુ ગ્રાહકો પણ આ એકસીબીસન ની મુલાકાત લેવાના છે અને બધાજ ગ્રાહકો મોરબી પણ વિજીટ કરવા આવશે ત્યારે સીરામીક એસોશિયેશનની તાકીદે રાડ રસ્તા રીપેર કરવાની માંગ

મોરબી : મોરબી આજે સિરામીક ઉધોગ મા ફક્ત ભારત નહી પરંતુ વિશ્વ આખામા પ્રસિધ્ધ છે ત્યારે આવતા નવેમ્બર મહીનામા વાયબરન્ટ સિરામીક અકસપો -સમીટ ગાંધીનગર ખાતે યોજવાની છે અને આ એકસીબીસન મા આશરે ૫૦ થી વધુ દેશોમાંથી ગ્રાહકો ને લાવવા માટે વિશ્વના ૭૦ જેટલા દેશોમાં છેલ્લા ૬ મહીનાથી પ્રમોશન કરવામાં આવી રહ્યું છે અને વિશ્વ ભરમા ડંકો વાગે તે માટે મોરબી સિરામીક એશોસીએસન કાર્યરત છે ત્યારે મોરબી નો ટાઇલ્સ આજે એવો ઉધોગ છે જે ચાયના ને પણ ટક્કર આપે છે.

તેમજ આ એકસીબીસન મા ભારતભરના ૧ લાખ થી વધુ ગ્રાહકો પણ આ એકસીબીસન ની મુલાકાત લેવાના છે અને બધાજ ગ્રાહકો મોરબી પણ વિજીટ કરવા આવતા હોય છે ત્યારે મોરબીના રોડ અને રસ્તા જોઇ ને સતત ચિંતા સતાવે છે કે દુનિયાના ૫૦ દેશો મોરબી, ગુજરાત અને ભારત ની કેવી છબી લઇ ને તેના દેશ મા કે રાજ્ય મા જશે .
મોરબીના સિરામીક ઉધોગ નો નવો વિકાસ પામતો પીપળી રોડ તેમજ મહેન્દ્રનગર -ઉચી માંડલ -હળવદ રોડ ના હાલત જોઇ અને આ એકસીબીસન સિરામીક ઉધોગ દ્વારા મા થનાર આશરે ૧૦૦ કરોડ થી વધુ ખર્ચ પછી પણ પાણી ફરી જશે કારણકે વિદેશ થી આવનાર ગ્રાહકો મોરબી ની શું છાપ લઇ ને જાશે તે આ ફોટા જોઇ ને સમજી શકાય છે ત્યારે વહીવટી તંત્ર તેમજ સરકાર દ્વારા આ બધા રોડ ને તાત્કાલિક નવા કરવા જોઇયે જેથી મોરબી , ગુજરાત તેમજ ભારતની કંઇક ખરાબ છાપ થી બચી શકાય તેવી સિરામીક એશોસીએસન ની માગણી છે .
અંતમા જો આ રોડ નવેમ્બર પહેલા ના થયા તો વિદેશ મા ગ્રાહકો તેમના મોરબી મા રસ્તા ના ખરાબ અભિપ્રાયો થી બીજી વાર કોઇ ભારત નહી આવે અને સિરામીક ઉધોગના કરોડો નું નુકસાન થનાર છે ત્યારે આ બાબતને ગંભીરતાથી લઇ અને તાત્કાલિક રસ્તા બનાવવા અમારી માગણી છે .