વાઇબ્રન્ટ સિરામિક એક્સ્પો-2017નું કાલે દિલ્હીમાં પ્રમોશન

કેન્દ્રના કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર નિર્મલા સિતારામનની ઉપસ્થિતિમાં મીડિયા બ્રીફિંગ : કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડરિયા, પુરુષોત્તમ રૂપાલા અને મનસુખભાઇ માંડવીયા ની વિશેષ ઉપસ્થિતિ

મોરબી : મોરબી સિરામિક એસોસિએશન આયોજિત વાઇબ્રન્ટ સિરામિક એક્સ્પો-2017 ના પ્રચાર-પ્રસાર માટે આવતીકાલે દિલ્હી ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં કેન્દ્રીય કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર નિર્મલા સિતારામન ના હસ્તે પ્રમોશન કરાશે.

પ્રાપ્ત વિગતોમુજ્બ આવતી કાલે દિલ્હીની હોટલ સાંગરીલા ખાતે મોરબી સિરામિક એસોસિએશન આયોજિત વાયબ્રન્ટ સિરામિક એક્સ્પો-2017નું કેદ્રિય મંત્રી નિર્મલા સિતારામનના હસ્તે પ્રમોશન કરવામાં આવશે અને નેશનલ-ઇન્ટરનેશનલ મીડિયા માટે પ્રેસ કોન્ફરન્સને સંબોધવામાં આવશે.
વધુમાં આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા,મોહનભાઇ કુંડરિયા,મનસુખભાઇ માંડવીયા સહિતના મહાનુભાવો હાજર રહેનાર હોવાનું સિરામિક એસોસિએશને જણાવ્યું હતું.
દરમિયાન દિલ્હી ખાતે વાયબ્રન્ટ સિરામિક એક્સપોના પ્રમોશન અંગે સિરામિક એસોસિએશન પ્રમુખ કે.જી.કુંડારીયા તથા નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે નવેમ્બર માસમાં યોજાનાર આ એક્સપોમાં દિલ્હી સહીત ઉત્તર ભારતમાંથી વધુને વધુ ડિલર્સ-ડિસટ્રીબ્યુટર્સ કાર્યક્રમમાં આવી શકે તે હેતુથી આવતીકાલે દિલ્હીમાં નેટવર્કિંગ ગેટ ટુગેધર અને મીડિયા બ્રીફિંગ કરવામાં આવશે.