મોરબીમાં મારી રાખડી-ઉત્તમ રાખડી પ્રતિયોગીતા યોજાઈ

- text


મોરબી:મોરબીના નવનિર્માણ ક્લાસીસ દ્વારા મારી રાખડી ઉત્તમ રાખડી પ્રતિયોગીતા યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અવનવી સુંદર રાખડીઓ બનાવી રજુ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓમાં જાતે બનાવેલી રાખડી બાંધવાનો ઉત્સાહ રહે અને ખાસ કરીને બાળકો ચાઈનીઝ રાખડી ન ખરીદ કરે તેવા ઉમદા આશયથી નવ નિર્માણ ક્લાસીસ દ્વારા ધોરણ5 થી 12 (કોમર્સ) ના વિદ્યાર્થીઓ માટે મારી રાખડી ઉત્તમ રાખડી પ્રતિયોગીતાનું આયોજન કરાયું હતું જેમાં તમામ બાળકોએ અવનવા પ્રકારની બે નમૂંન રાખડીઓ બનાવી આ વર્ષે પોતે જાતે બનાવેલ રાખડી જ બાંધશે અથવા બંધાવશે તેવું નક્કી કર્યું હતું. રાખડી સ્પર્ધામાં સ્પર્ધકોને પ્રથમ,દ્વિતીય,તૃતીય ક્રમાંક પણ આપવામાં આવ્યા હતા અને તમામ પ્રતિયોગીઓને ક્લાસીસ તરફથી રક્ષાબંધન પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

- text

- text