ગંદકી-ઉભરાતી ગટરો મામલે આજે પણ પાલિકામાં લોકોનો હંગામો

- text


લાયન્સનગર, ક્રિષ્ના સોસાયટીના રહીશો દ્વારા રજૂઆત : મોરબી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા રજુઆત કર્તાઓને ફક્ત હૈયાધારણ અપાઈ

મોરબી : મોરબી શહેરમાં ઉભરાતી ગટરો અને ગંદકી મામલે લાયન્સનગર અને ક્રિષ્ના સોસાયટી-1ના રહેવાસીઓ ટોળા સ્વરૂપે રજૂઆત કરવા ઘસી આવ્યા હતા પરંતુ ટૂંક સમયમાં પ્રશ્ન ઉકેલની ખાતરી આપી પાલિકાના સત્તાધીશોએ ઠાલા આશ્વાસન સાથે રજૂઆત કર્તાઓને રવાના કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં ગંદકી અને ઉભરાતી ભૂગર્ભ ગટરોની સમસ્યાને લઇ રોજે રોજ નગરપાલિકામાં ટોળા ઉમટી રહ્યા છે ત્યારે આજે વધુ બે વિસ્તારના રહીશો પોતાની આપવીતી લઇ પાલિકાએ પહોંચ્યા હતા.પ્રથમ રજુઆતમાં લાયન્સનગર વિસ્તારમાં પાણી ભરાતા હોય પાણી નિકાલ કરવા અને ગંદકીની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત કન્યાછાત્રાલય નજીકના ક્રિષ્નાપાર્ક ની મહિલાઓ દ્વારા ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણી અને અસહ્ય ગંદકી દૂર કરવા માંગણી કરતી રજુઆત કરી હતી. પાલિકાના સત્તાધીશો દ્વારા બન્ને રાજુઆતમે લોકોને ટૂંક સમયમાં જ સમસ્યા ઉકેલવાની રાબેતા મુજબની ખાતરી આપી રજૂઆત કરવા આવેલા ટોળાઓને વિદાય કર્યા હતા.

- text

- text