મહિલા સશક્તિકરણ અંતર્ગત કન્યાછાત્રાલયમાં શિબિર તેમજ હથિયારનું પ્રદર્શન યોજાયું

- text


મોરબી મહિલા સશક્તિકરણ અંતર્ગત રેલી યોજાઈ

મોરબી : મહિલા સશક્તિકરણ અંતર્ગત આજે મોરબી શહેરના કન્યા છાત્રાલય ખાતે શિબિર યોજવામાં આવી હતી બાદમાં એ ડિવિઝન પોલીસ મથકે હથીયાર અંગે માર્ગદર્શન અને ત્યારબાદ રેલીનું આયોજન કરાયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ મોરબી ખાતે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત કન્યાછાત્રાલય ખાતે કાનૂની માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું હતું જેમાં ડીવાયએસપી બારૈયા,એ ડિવિઝન પીઆઇ વી.વી.ઓડેદરા અને તજજ્ઞ વકીલો દ્વારા કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બાદમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિદ્યાર્થીનીઓ હથિયાર અંગે માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત એ ડિવિઝન પોલિશ સ્ટેશનથી શાકમાર્કેટ સુધી રેલીનું આયોજન કરી મહિલા સશક્તિકરણ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text