મોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું : જુદા જુદા બનાવોમાં પાંચના મોત

- text


ચાચાપરમાં મહિલા નદીમાં ડૂબી : હળવદના રાણકપરમાં સર્પે ડંખ દેતા કોળી યુવાનનું મોત : એક યુવાન નું વિજશોક થી મોત : હાર્ટએટેક આવતા બે ના મૃત્યુ

મોરબી : મોરબી જિલ્લામાં આજે કાળચક્ર ફરી વળ્યું હોય તેમ સવાર થી બાપોર સુધીમાં જુદા જુદા બનાવોમાં પાંચ વ્યક્તિના મૃત્યુ નિપજયા હોવાનું જાણવા માલ્યુ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા માં આજે સવારથી યમરાજાએ ડેરા તંબુ નાખ્યા હતા અને પાંચ વ્યક્તિ નો ભોગ લેવાયો હતો.પ્રથમ ઘટનામાં મોરબીના ચાચાપરમાં પોતાના બાળકને લઇ પાણી ભરવા જઈ રહેલી મહિલાનો પગ લાપસ્તા નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી જેમાં આદિવાસી પરણિતા સુમિતાબેન બળવંતભાઈ બારીયાનું મૃત્યુ નીપજ્યું હતું જયારે ગ્રામજનોએ તેણીના એક વર્ષના પુત્ર જગદીશને બચાવી લીધો હતો.
બીજા બનાવમાં હળવદના રાણકપર ગમે વાડીમાં કામ કરી રહેલા મુકેશભાઈ રણછોડભાઇ નામના યુવાનને સર્પે ડંખ મારતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો.
આ ઉપરાંત અન્ય ત્રણ બનાવમાં બે વ્યક્તિ હાર્ટ એટેકથી અને એક વ્યક્તિનું વિજશોક લગતા મૃત્યુ નીપજ્યું હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text