જડેશ્વરનો લોક મેળો : માનવ મહેરામણ ઉમટી પડ્યું

- text


સમગ્ર ભારતના સૌ પ્રથમ લોક સાંસ્કૃતિક મેળા ને લોકોએ ભરપુર માણ્યો

વાંકાનેર : વાંકાનેર નજીક આવેલ રટણ ટેકરી પર બિરાજતા સ્વયભું શ્રી જડેશ્વર મહાદેવ ના વિશાળ પટાંગણમાં રવિવાર થી શરુ થયેલો સમગ્ર ભારત નો પ્રથમ લોક સાંસ્કૃતિક મેળોમાં આજે સોમવારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ મેળાનું આયોજન નજીકના કોઠારિયા ગામના સ્વયંસેવકો થકી કરવામાં આવે છે.
શ્રાવણ માસ ના બીજા સોમવારના આ રટણ ટેકરી પર બિરાજતા શ્રી જડેશ્વર દાદા નો પ્રાગટ્ય દિન હોય તેની વધામણી ના ભાગ રૂપે અગાઉ સોમવારના એક જ દિવશે મેળાનું આયોજન કરવામાં આવતુ , પરંતુ છેલ્લા થોડા વર્ષો થી મેળા આયોજન કરતી કોઠારિયા ગામ ની યુવા ટીમ દ્વારા ટ્રસ્ટીઓ ની સહમતી થી રવિવાર અને સોમવાર એમ બે દિવસ મેળાનું આયોજન કરવામાં આવે છે.
આ માટે મેળા સમીતીના સદસ્ય તેમજ કોઠારીયા ના યુવા સરપંચ કિશોરસિંહ ના જણવ્યા મુજબ આ મેળા સમીતી દ્વારા દર વર્ષે મેળા માં સુદ્રઢ આયોજન કરી આવનાર લોકો શાંતિ થી પ્રથમ લોક સાંસ્કૃતિક મેળો માની શકે તેવો પ્રયાસ કરીએ છીએ અને આ મેળા થાકી થતી આવક મંદિરના વિકાસ અને આખું વર્ષ આવતા શિવભકતો ને વધુમાં વધુ સવલતો મળતી રહે તે માટે આ પ્રયાસ છે.

- text