મોરબી આવેલા શંકરસિંહ વાઘેલાનું નિવેદન : કોંગ્રેસે તેમના ધારાસભ્યો પર ભરોસો રાખવો જોઈએ

- text


મોરબી : મોરબી ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા અને હાલ રાજકારણમાં ભુકંપનુ કેન્દ્ર બિંદુ ગણાતા શંકરસિંહ વાઘેલા એ પ્રેસ કોન્ફરન્સ કરી હાલની કોંગ્રેસની સ્થિતિ સહિતના મુદ્દે પોતાના મંતવ્યો આપ્યા હતા. જેમાં કોંગ્રેસ તેમના ધારાસભ્યો પર ભરોસો રાખવો જોઈએ અને હાલ ગુજરાતમાં પૂર ની સ્થિતિમાં ધારાસભ્યોને તેમના વિસ્તારમાં મોકલવા જોઈએ નહિ કે નજર કેદ કરવા જોઈએ. આ ઉપરાંત પૂરની સ્થિતિ માં સરકાર અને એનજીઓ એ અસરકારક કામગીરી કરવાની અપીલ કરી હતી.

- text

વધુમાં શંકરસિંહે જણાવ્યું હતું કે કોંગ્રેસને ચેતવી હતી કે ધારાસભ્યો દુઃખી છે. તેમના પ્રશ્નો સાંભળો પણ પાર્ટી એ કોઈ જવાબ ન આપતા મેં કોંગ્રેસ છોડ્યું અને જો ત્યારે કોંગ્રેસએ ધારાસભ્યો ને સાચવ્યા હોત તો આજે તેમને નજરકેદ કરવાની નોબત ના આવેત. તેમજ અમુક લોકો મને પ્રેસમાં બદનામ કરી રહ્યા છે ,જો આ બંધ નહિ કરવામાં આવે તો હું કાનૂની પગલાં ભરીશ તેમજ મોરબી અને બનાશ કાંઠામાંથી બોધ પાઠ લઈ ને સરકારે નદીકાંઠાઓ પર પ્રોટેકશન વોલ બનાવવાની માંગણી કરી હતી.
શંકરસિંહ એ પોતાના અંદાજમાં જણાવયું હતું કે મેં પોલીટીકલ પાર્ટી નું બંધન મૂક્યું છે. પોલિટિકસ નહિ. અને હું હવે કોઈ પણ પોલિટિકસ પાર્ટી ના બંધન માં જોડાવાનો નથી. જયારે હાલ માં કેટલાક કૉંગ્રેશ ના ધારાસભ્યો આપના સંપર્ક માં છે તેના જવાબ માં શંકરસિંહ એ તેઓ કોઈ પણ ધારાસભ્ય ના સંપર્ક માં નથી એવું જણવ્યું હતું. આ સાથે તેઓ એ રાજ્ય સભા ના સભ્યની ચૂંટણી માટે પણ અહેમદ પટેલ મને ઓફર કરી હતી. અને રાજ્ય સભા ના સભ્યની ચૂંટણીમાં પોતાનો મત મિત્રતા ના દાવે અહેમદ પટેલ ને આપશે તેવી સ્પષ્ટતા કરી હતી અને રાજ્ય સભા ની ચૂંટણી પૂર્ણ થયા બાદ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દેશે તેવી જાહેરાત કરી હતી

- text