મોરબી : ક્રિકેટ પર સટ્ટો રમતા 3 ઝડપાયા

- text


મોરબી : મોરબી શહેરમાં સટ્ટોડીયાઓ સક્રિય થયા છે. જેને પકડવા માટે પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ની સુચના મુજબ , નાયબ પોલીસ અધિક્ષક કે.બી.ઝાલાના માર્ગદર્શન થિબપીએસઆઇ જીતુભા ડી ઝાલા, કોન્સ્ટેબલ આર.બી.કડીવાર, જી.કે.રાઠોડ, અશોકભાઈ ખંભરા સહિત ના સ્ટાફે બાતમી ના આધારે પંચાસર રોડ પર આવેલ ખ્વાજા પેલેસ એપાર્ટમેન્ટ માં પહેલા માળે બ્લોક નં. 107માં મકાન માલિક આરીફ સુલેમાનભાઈ સાઇચાવાળો પોતે સી.એસ.જી(ચેપક સુપર ગિલ્સ) વર્સીસ એલ.કે.કે.(લાઇકા કોવાઇ કિંગ)ની મેચમાં સટ્ટો રમતા પકડી પડ્યો હતો જેમ . પોલીસે રેડ દરમ્યાન ક્રિકેટ સટ્ટો રમતા રંગે હાથે આરીફ સાઇચા, જિશાન ચાનીચા અને ઇસ્માઇલ ચાનીચાને મોબાઈલ, ટીવી, રોકડ રૂપિયા સાથે ઝડપી લઈ કુલ 23 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળ ની કાર્યવાહી ઇન્ચાર્જ પીઆઈ વી.વી.ઓડેદરાએ હાથ ધરી છે.

- text

 

- text