આવા સરપંચ બધા ગામને મળે..હડમતીયા ગામના સરપંચની બિરદાવા જેવી કામગીરી

- text


હડમતીયા : સામાન્ય રીતે ગામના સરપંચ એટલે સીન સપાટા નાખતી વ્યક્તિ, અથવા તો ગામોના વિકાસ કામોના નામે પોતાનો વિકાસ કરનાર વ્યક્તિ એવી સામાન્ય છાપ વચ્ચે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હડમતીયા ગામના સરપંચ કાંઈક અલગ અનોખી માટી ના છે,ગામના પ્રશ્નો માટે હંમેશા દોડતા રહેતા સરપંચ રાજાભાઇએ તાજેતરમાં પૂર બાદ ગામની પાણીની લાઈન તૂટી જતા કોઈની રાહ જોયા વગર જાત મહેનત જિંદાબાદ કરી ગામનો પાણી પુરવઠો પૂર્વવત કર્યો હતો.

- text

ટંકારા તાલુકાના હડમતિયા ગામના સરપંચશ્રી ચાવડા રાજાભાઈ માલાભાઈની સોશિયલ મિડીયામાં વાઈરલ થયેલ અેક તસ્વીર આજુબાજુના ગામના સરપંચોને વિકાસના પાઠ જરુર ભણાવી જાય છે.
હડમતિયા ગામમાં અતિભારે વરસાદ પડવાથી “કપુરીયા વોકળા” માં પાણીપુરવઠાની લાઈન ધસમસતા પાણીમાં તણાઈ જવાથી ગામમાં પાણી પુરવઠો ખોરવાઈ જતા “હું ગામનો સરપંચ છું” તેવો હુંપણાનો અહંમ રાખ્યા વિના જ પાણીપુરવઠા તંત્રની રાહ જોયા વિના જ મજુરની જેમ જાતે રિપેરીંગ કરી પાણીપુરવઠો રાબેતા મુજબ ચાલુ કર્યો તેની આ તસ્વીર છે. સોશિયલ મિડીયા વાયરલ તસ્વીર થતા જ ગ્રામપંચાયતના સદસ્યશ્રીઅો વોર્ડ નં -૬ ના જેમલભાઈ ભરવાડ તેમજ વોર્ડ નં-૯ નાડાકા લીંબાભાઈ દોડી આવ્યા હતા. જો ગામે ગામ આવા જાગૃત સરપંચ મળે તો ગ્રામ્ય પ્રજાનો ખરેખર ઉદ્ધાર થાય.

- text