ભારે વરસાદની અગાહીને પગલે મોરબીની શાળાઓમાં રજા જાહેર કરતા કલેક્ટર

- text


મોડી રાત્રે તમામ શાળોમાં રજા રાખવા નિર્ણય લેવાયો: શિક્ષકોને ફરજીયાત શાળામાં હાજર રહેવા આદેશ
મોરબી : ગઈકાલે રાત્રે મોરબી શહેર જિલ્લામાં 2 થી 4 ઈંચ વરસાદ વરસવા ઉપરાંત ભારે વરસાદની આગાહીને પગલે આજે મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે,જોકે શિક્ષકોને શાળામાં ફરજીયાત હાજર રહેવા જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે આદેશ જારી કર્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ હવામાન વિભાગ દવરા ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા કલેકટરશ્રી મોરબી દ્વારા તકેદારીના ભાગરૂપે મોરબી શહેર જિલ્લાની શાળાઓમાં આજે રજા જાહેર કરવા નિર્ણય કરી મોડીરાત્રે તમામ શાળાઓમાં જાણ કરી દેવામાં આવી હતી.

- text

દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને સૂચના આપતા જણાવ્યું હતું કે,ગત રાત્રિના થયેલ ભારે વરસાદ ને કારણે અને હજુ પણ તા.27 જુલાઈ 2017 ને ગુરુવાર નાં દિવસે ભારે વરસાદ ની શક્યતા હોવાથી મોરબી,માળીયા, ટંકારા અને વાંકાનેર તાલુકાની હાઈસ્કૂલ માં અને પ્રાથમિક શાળા માં બાળકો ને રજા રહેશે પરંતુ શિક્ષકોએ શાળામાં હાજર રહી વહીવટી તંત્રને મદદરૂપ થવા કલેકટરશ્રી મોરબી ની સુચના મળી હોય આદેશનું પાલન કરવા જણાવ્યું હતું.

- text