માળીયા બાદ હવે મોરબી સિરામિક એસોસિએશન બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તોની મદદે

સિરામિક એસોસિએશન દ્વારા 13 હજાર ફુડપેકેટ : 4 મેટાડોર ભરી કાચી સામગ્રી મોકલાઈ : આજે પણ એક ટેમ્પો ભરી ડુંગળી,બટાટા,અને લોટ મોકલ્યો

મોરબી : મોરબી સિરામિક એસોસિએશન દ્વારા માળીયા પુરાસરગ્રસ્તો માટે સહાયનો ધોધ વહેવડાવામાં આવ્યો છે,અત્યાર સુધીમાં કુલ 13 હાજર ફુડપેકેટ રાવણ કાર્ય બાદ આજે પણ લોટ,બટાટા,ડુંગળી સહિતની કાચી સામગ્રી રવાના કરવામાં આવી છે. જોકે હવે માળીયા તાલુકામાં લોકોને કપડાં કે અન્ય ચીજોની જરૂરત ન હોય કલેક્શન સેન્ટરમાં જમા થયેલ ચીજ વસ્તુઓ બનાસકાંઠા જિલ્લામાં પહોંચાડવાનું સિરામિક એસોસિએશને નક્કી કર્યું છે.

માળીયાના પુરપીડિતો માટે તાકીદે સહાય પહોંચાડવાનું બીડું ઝડપી મોરબી સિરામિક એસોસિએશન દ્વારા શનિવાર થી જ સહાય કરવાની કામગીરી આરંભી દીધી હતી,સિરામિક એસો.પ્રમુખ કે.જી.કુંડરિયાએ જણાવ્યું હતું કે પ્રથમ બે દિવસમાં 11000 ફુડપેકેટ રવાના કરાયા બાદ આજે વિદરકા,હંજીયાસર સહિતના ગામો માટે વધુ 2000 ફુડપેકેટ રવાના કરાયા હતા. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે સિરામિક એસોશીએશન દ્વારા મદદ માટે અપીલ કરવામાં આવતા અનેક સેવાભાવી લોકોએ મદદનો હાથ લંબાવી કલેક્શન સેન્ટર ખાતે કપડાં,ચોખા,તેલ,મગ,ધાબળા ઘવ સહિતની સામગ્રી મોકલાવી હતી જે ચાર ટેમ્પો મારફત માળીયા ગ્રામ્ય વિસ્તારોમાં મોકલી આપવામાં આવ્યા હતા. દરમિયાન આજે પણ એસોસિએશન દવરા એક ટેમ્પો ભરી બટાટા,ડુંગળી,અને ઘ્વનો લોટ સહિતની સામગ્રી માળીયા ખાતે ચાલતા રાહત રસોડામાં મોકલાવી આપી હોવાનું તમને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છેકે એસો. દ્વારા મદદ માં મળી રહેલા ઘઉં દળાવી લોટ તૈયાર કરી લોકને મોકલવામાંઆવે છે.
માળીયા પંથક ની સ્થિતિનો ચિતાર આપતા શ્રી કુંડરિયાએ જણાવ્યું હતું કે હવે લોકોને કપડા કે અન્ય ચીજો ની જરૂરિયાત ન હોવાથી કલેક્શન સેન્ટરમાં જમા થયેલ બે ટ્રક ભરાય તેટલી સામગ્રી સિરામિક એસોસિએશન દ્વારા બનાસકાંઠાના પુરપીડિતોને મોકલવા તજવીજ કરી રહ્યું છે અને આ માટે કંટ્રોલરૂમ મારફત સંદેશો પણ મોકલાવી દીધો હોવાનું જણાવ્યું હતું. સિરામિક એસોસિએશન દ્વારા દિવસ રાત જોયા વગર કરવામાં આવેલી સેવા-સહાયની આ કામગીરીમાં કે.જી.કુંડારીયા,નિલેશભાઈ જેતપરિયા,પ્રફુલભાઈ દેત્રોજા સહિતના ઉદ્યોગપતિઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.