માળીયામાં જિલ્લા વહીવટી તંત્ર અને રામકૃષ્ણમિશન દ્વારા રસોડું શરૂ કરાયું

- text


મોરબી : માળિયા વિસ્તારમાં અસરગ્રસ્તો માટે જિલ્લા વહીવટી તંત્ર અને રામક્રુષ્ણ મિશન રાજકોટના સહયોગથી રસોડુ શરૂ કરવામાં આવ્યુ હોવાનું જિલ્લા કલેક્ટર આઈ કે પટેલની યાદીમાં જણાવાયું છે. માળિયામાં મચ્છુ નદીના પાણીએ વરસાવેલા કહેરથી ભારે તારાજી થઇ છે. હજારો લોકોના ઘરની સામગ્રી તારાજ થઇ છે. જોકે હાલ મોરબીની વિવિધ સંસ્થા દ્વારા પૂર અસરગ્રસ્તોની મદદે આવી છે. ત્યારે માળિયામાં જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટની રામકૃષ્ણમિશન દ્વારા માલીયાની તાલુકા શાળા પાસે રસોડું શરૂ કરાયું છે.

- text