માળીયા બહેનના ઘેર ગયેલા મુસ્લિમ યુવાન પર છરી વડે હુમલો

- text


મોરબી: માળીયા પોતાના બહેનની ઘેર આંટો મારવા ગયેલા મોરબીના મુસ્લિમ યુવાન પર ચાર શખ્સોએ છરી વડે હુમલો કરતા સારવાર માટે મોરબી ખસેડાયે છે.
જાણવા મળતી વિગતો મુજબ સુલેમાન જુસબભાઇ માલાણી (ઉ.વ.21) રહે.બિલાલી મસ્જીદ સામે,વીશી પરા,મોરબી વાળો ગઈકાલે માળીયા (મીં) પોતાની બહેન ના ધરે ગયા હતા ત્યારે (1) નિઝામ ગફુર મોવર (2) અસલમ ગફુર મોવર (3) રફીક ગફુર મોવર (4) સાતત અયુબ મોવર ચારેય આરોપી અે કોઈ કારણોસર સુલેમાનભાઈ ને ડાબા ભાગ ના થાપા ના ભાગે છરી નો ધા મારતા ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક કાગળો કરી માળીયા પોલીસને મોકલી આપ્યા છે.

- text

- text