વાંકાનેરમાં સામાન્ય બાબતમાં છરી વડે હુમલો

- text


કોળી શખ્સે ગરાસિયા પ્રૌઢ પર હુમલો કરતા પોલીસ ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરની અપાસરા શેરીમાં રહેતા ગરાસિયા પ્રૌઢ ઉપર સામાન્ય બાબતે કોળી શખ્સે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પોલીસ દફતરે થી પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની અપાસરા શેરીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ રવીસિંહ જાડેજા પર શૈલેષ ભરતભાઇ સારલા નામના યુવાને હુમલો કરી છરી વડે ઇજા કરતા આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.વધુમાં આરોપી શૈલેષ ધર્મેન્દ્રસિંહના પુત્ર સાથે મથકુત કરતો હોય તેને ટપારતા કોળી શખ્સ ઉશ્કેરાયો હતો અને હુમલો કરતા ધર્મેન્દ્રસિંહ ની ફરિયાદ ને આધારે પોલીસે આઇપીસી 323,324,504 અને 506/2 મુજબ ગુન્હો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.

- text

- text