સીરામીક ઉદ્યોગકારોને પોલેન્ડ,સ્પેન અને નેધરલેન્ડમાં યોજાનાર પ્રમોશન ગેધરીંગમાં વિદેશી બાયર્સોને રૂબરૂ મળવાની તક

મોરબી : મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ કે.જી.કુંડરિયાએ સીરામીક ઉઢગકારોને એક યાદીમાં જણાવ્યું છે કે આગમી સપ્ટેમ્બર માસમાં પોલેન્ડ,નેધરલેન્ડ અને સ્પેનમાં વિદેશી બાયર્સો માટે ખાસ પ્રમોશન ગેધરીંગ યોજવામાં આવનાર છે જેમાં મામુલી રોકાણ કરી મોરબીના સિરામિક ઉદ્યોગકારો સીધા જ વિદેશી બાયર્સો ને મળી શકશે. વધુમાં તેઓએ ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે વાયબ્રન્ટ સિરામીક એક્સપો ના પ્રમોશન માટે આખા યુરોપ નું ગેટ ટુ ગેધર રાખેલ છે અને જેમાં થોડા રોકાણ થી આપ આખા યુરોપ ના બાયરો સાથે ડાટરેક્ટ મીટીંગ કરી અને બીજનેસ મેળવી શકો છો જેમાં જે તે કંપનીના સેમ્પલ અને કેટલોગ પણ ડિસ્પલે થશે જેથી આ તક નો લાભ લેવા ઇચ્છુક ઉદ્યોગકારોએ બુકિંગ કરાવવું જરૂરી છે કારણકે ફક્ત ૧૦ જ ફેકટરી ને આપણે લેવાના હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે બુકિંગ કરાવવા અંતમાં જણાવ્યું હતું.