માળિયા પંથકમાં પૂરના કારણે ખેતીની જમીનને થયેલા નુકશાનનો તાકીદે સર્વે કરવા મામલતદારને રજૂઆત

- text


માળિયા તાલુકાના હરિપર,કાજરડા નવા-જુના હંજીયાસર સહિતના વાંઢ વિસ્તારમાં પૂરના પાણીને કારણે ખેતીની જમીન નું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થઇ જતા આજે ખેડૂતો દ્વારા નુક્શાનીનો તાકીદે સર્વે કરી વળતર ચુકવવાની માંગણી કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

- text

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મોરબી,વાંકાનેર,ટંકારા અને ચોટીલા પંથક માં ભારે વરસાદને કારણે મચ્છુ 1,2,અને મચ્છુ 3 ડેમમાંથી પાણી છોડતા માળીયાના વાંઢ વિસ્તારમાં વ્યાપક નુકશાન થયું છે અને ખેડૂતોની હાલત ખરાબ છે આ સંજોગો માં તાકીદે સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી.

- text