મચ્છુ 1 ડેમ 5.5 ફૂટે ઓવરફ્લો થતા મચ્છુ 2 ડેમ માં તોતિંગ પાણીની આવક : મચ્છુ 2 ના 14 દરવાજા 7 ફૂટ ખોલાયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે કોઈ નોંધપાત્ર વરસાદ નથી પડ્યો છતાં મચ્છુ 2 ડેમના 14 દરવાજા 7 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે. કારણ કે ચોટીલા પંથકમાં ભારે વરસાદના પગલે વાંકાનેર પાસેનો મચ્છુ 1 ડેમ 5.5 ફૂટે ઓવરફ્લો થતા આ પાણી મચ્છુ 2 ડેમ માં આવતા મચ્છુ 2ના અત્યારે 11.30 pm વાગ્યે 14 દરવાજા 7 ફૂટ સુધી ખોલીને 60 હજાર કયુસેક પાણી છોડવાની ફરજ પડી છે. અને હજુ પાણીની આવક વધવામાં હોવાથી મચ્છુ 2 માંથી હજુ વધુ પાણી છોડવાની ફરજ પડે એમ હોવાથી અત્યારે મોરબી જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ સહિતના અધિકારીઓ ડેમની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. હાલ મોરબી વાંકાનેર અને માલિયાના કુલ 40 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

- text

- text