લજાઈ નજીક રહસ્યમય ધુમાડાના ગોટે-ગોટા

- text


મોરબી :મોરબી -રાજકોટ હાઈવે પર લજાઈ નજીક એ-ટોપ નમકીન ફેક્ટરી સામે આવેલા એક ખેતરમાં કંઈક સળગાવવામાં આવતા ધુમાડાના ગોટે-ગોટા નીકળતા લોકો કુતુહલવસ બની હાઇવે પર થંભી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ લજાઈ એટોપ નમકીન સામે આજે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં એક ખેતરમાં થી ધુમાડા ના ગોટે ગોટા નીકળતા આ ધુમાડા મોરબી સુધી દેખાયા હતા. દરમિયાન આ ખેતરમાં તપાસ કરતા કેમિકલ નો કદડા જેવો પદાર્થ સાળગાવાયો હોવાનું અને મોટા વાહનોના વ્હીલ ના નિશાંન પણ જોવા મળ્યા હતા. તપાસ માંગી લે તેવી આ ઘટના થી હાલ તો લોકોમાં અનેકવિધ ચર્ચા ઉઠી છે.

- text

 

- text