રોટરી કલબ હળવદ દ્વારા વિદ્યાર્થીઓને રેઇનકોટ વિતરણ

- text


ઉમિયાનગર વિસ્તારમાં ત્રણ ત્રણ કિલોમીટર ચાલીને સ્કૂલે જતા બાળકો માટે રોટરી કલબનું સ્તુત્ય પગલું

હળવદ : રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ખારીવાડી ઉમિયાનગર વિસ્તારમાં આવેલી સ્કૂલમાં સિત્તેર વિધાર્થીઓને રેઇનકોટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વિસ્તારમાં સ્કૂલ માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ આજુબાજુની ત્રણ કિલો મીટરથી પગપાળા ચાલીને વાડી વિસ્તારમાંથી આવતા હોવાથી ચોમાસામાં પલળી જવાથી સ્કૂલે આવવામાં તકલીફ રહે છે.જેને પગલે કારણોસર સ્કૂલમાં ગેરહાજર ના રહે આવા હેતુથી તેમજ સ્કૂલે આવવા પ્રોત્સાહિત કરવાના હેતુથી આ પ્રોજેકટ કરવામાં આવ્યો હતો.આ પ્રોજેક્ટ નું ડોનેશન રોટે. નરભેરરામભાઈ અઘારા તરફથી આપવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટમાં મુખ્ય મહેમાન તરીકે સંજય શર્મા એ.બી.આઇ. બેંક મેનેજર ખાસ હાજર રહ્યા હતા. ક્લબ પ્રેસિડેન્ટ ચિનુભાઈ પટેલ સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા તથા ડો. માલમપરા સાહેબ ડો. પરેશ પરમાર રાજેશ ઝાલા વગેરે રોટેરિયનો હાજર રહેલ.
આ તકે કરાટે ચેમ્પિયન પારસ અરેનિયા એ કરાટે વિશે માહિતી આપી અને ડેમો બતાવી ને બાળકો ખુશ કર્યા હતા.કાર્યકર્મનું સંચાલન ગજેન્દ્રભાઈ મોરડીયાએ કર્યું હતું.પ્રોજેક્ટ ચેરમેન વિશાલ ત્રિવેદીએ આ પ્રોજેક્ટ ને સફળ બનાવ્યો હતો.

- text