નવલખી પાસે ટ્રેલરના હડફેટે યુવતીનું મોત

- text


મોરબી : નવલખી જુમાવાળી ફાટક પાસે કાલે સાંજે બેફામ દોડતા ટ્રેલરે રોડ પર જતી યુવતીને અડફેટે લેતા મૃત્યુ નિપજ્યું હતું. માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગફુરભાઈ સતારભાઈ જામની બહેન ધનબાઇ નૌરાભાઈ જેડા (ઉ.૨૫) કાલે સાંજે પાણી ભરવા માટે જતા હતા. તે દરમિયાન નવલખી જુમાવાળી ફાટક પાસે પુરપાટ ઝડપે આવતા ટ્રેલર નં.GJ36T9499ના ચાલકે ધનબાઇને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયા હતા. જેથી સારવાર અર્થે મોરબી ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. પરંતુ કાલે રાત્રે સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ નિપજ્યું હતી. આ બનાવની નોંધ માળિયા પોલીસે કરી ફરાર ટ્રેલર ચાલકને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text