મોરબીની એમ.એમ.સાયન્સ કોલેજમાં 60 બેઠકોનો વધારો

- text


એનએસયુઆઈ ની રજૂઆત બાદ યુનિવર્સિટીએ 60 બેઠકો વધારતા વિદ્યાર્થીઓને ફાયદો

મોરબી : મોરબીની એક માત્ર ગ્રાન્ટેડ એમ.એમ.સાયન્સ કોલેજમાં ચાલુ વર્ષે બેઠકોની સંખ્યા ઘટાડી નખાતાં એનએસયુઆઈ દ્વારા આંદોલન કરવામાં આવતા યુનિવર્સીટીના સતાધિશો સફળા જગ્યા છે અને 60 બેઠકો વધારવા નિર્ણય કરતા વિદ્યાર્થી આલમમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરની એક માત્ર ગ્રાન્ટેડ એમ.એમ.સાયન્સ કોલેજમાં ચાલુ વર્ષે બેઠકો ઘટાડી નાખવામાં આવતા અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હતા પરિણામે એનએસયુઆઈના પ્રમુખ દેવેન્દ્રસિંહ ની આગેવાનીમાં આંદોલન શરૂ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાળાબંધી સહિતના કાર્યક્રમો આપવમાં આવતા અંતે યુનિવર્સીટી દ્વારા બેઠકો વધારવામાં આવી છે.
વધુમાં આ મામલે દેવેન્દ્રસિંહે જણાવ્યું હતુંકે યુનિવર્સિટીએ અમારી અને એમ.એમ.સાયન્સ કોલૅજ ના ટ્રસ્ટીશ્રી ઓની વિદ્યાર્થીહિત ની માંગ ધ્યાને લઈ બી.એસ.સી.મા 60 બેઠકો નો વધારો કર્યો છે.

અંતમાં એનએસયુઆઈના દેવેન્દ્રસિંહે લડતમાં સાથ આપનાર યુવરાજસિંહ સહિતના તમામ વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.

- text