છેલ્લા 24 કલાકમાં ટંકારામાં 2 ઇંચ,વાંકાનેરમાં અડધો ઈંચ,મોરબી,હળવદ માળીયામાં ઝાપટા

- text


સવારથી ટંકારા મિતાણામાં ધોધમાર વરસાદને કારણે ડેમી ડેમના 10 દરવાજા ખોલાયા

મોરબી : છેલ્લા 24 કલાક દરમિયાન મોરબી જિલ્લામાં મેઘવીરામના માહોલ વચ્ચે ટંકારા વાંકાનેરમાં અડધાથી બે ઇંચ વરસાદ નોંધાયો છે અને મોરબી,હળવદ,માળીયા માં ઝાપટા પડ્યા હતો તો બીજી તરફ આજે સવાર થી ટંકારા મીતાણા વચ્ચે ધોધમાર વરસાદ શરુ થતા ડેમી-1 ના દશ દરવાજા ખોલવા પડ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ આજે સવાર થી ટંકારા અને વાંકાનેર તાલુકામાં ધોધમાર વરસાદ વરસવાનું શરુ થયો છે અને ખાસ કરીને મીતાણા ટંકારા વચ્ચે ભારે વરસાદ વરસવો શરુ થતા ડેમી ડેમના દશ દરવાજા ખોલવમાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં મોરબી જિલ્લામાં તાનાકારમાં 44 મીમી,વાંકાનેરમાં 13 મીમી,મોરબીમાં 2 મીમી,માળીયા માં 5મીમી અને હળવદમાં 2 મીમી વરસાદ નોંધાયો હોવાનું ફ્લડ કંટ્રોલ રૂમના સૂત્રોએ જણાવ્યું હતું.

- text

- text