મોરબી જિલ્લાના જળાશયોમાં હજુ પાણીની ધીંગી આવક ચાલુ

- text


મચ્છુ-1, બંગાવળી ડેમમાં ત્રીજા દિવસે પણ સતત ઓવરફ્લો

મોરબી : છેલ્લા ત્રણ દિવસથી મોરબી જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદને પગલે જિલ્લામાં આવેલા જળાશયો પૈકી મોટાભાગના જળાશયો હજુ પણ ઓવરફ્લો થઇ રહ્યા છે અને પાણીની આવક સતત ચાલુ રહેતા અન્ય જળાશયોના દરવાજા હજુ ખુલ્લા રાખવા પડ્યા છે
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારની છેલ્લી પરીસ્થિતિ આ મુજબ છે.
મચ્છુ-1…… ઓવરફ્લો ચાલુ
મચ્છુ-2……4 દરવાજા 2 ફુટ ખુલ્લા
મચ્છુ-3….4 દરવાજા 2 ફુટ ખુલ્લા
ડેમી-1…. ઓવરફ્લો ચાલુ
ડેમી-2…3 દરવાજા 2 ફુટ ખુલ્લા
ડેમી-3….3 દરવાજા અડધો ફુટ ખુલ્લા
બંગાવડી-1 ઓવરફ્લો ચાલુ
ઘોડદ્રોઈ -….1 દરવાજો અડધો ફુટ ખુલ્લો

- text

- text