મોરબી ક્રાઇમ અપડેટ (17-07-17)

- text


મોરબીમાં રસોઈ બનાવતી વખતે દાઝી જતા વૃદ્ધનું મોત

મોરબીમાં રવાપર રોડ અનુપમ સોસાયટી માં રહેતી જલુબેન કાનજીભાઈ ધોરીયા (ઉ.૮૧) થોડા દિવસ પહેલા પોતાના ઘરે સવારે નાસ્તો બનાવતી વખતે દાઝી ગયા હતા.જેથી સારવાર અર્થે મોરબી ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા, જેનું કાલ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું જેની નોંધ મોરબી એ ડીવીજનએ લઇ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

મોરબીમાં હજનાળી ગામે જાહેરમાં જુગાર રમતા ૫ ઝડપાયા
મોરબી તાલુકા પોલીસે કાલે રાત્રે બાતમીના આધારે હજનાળી ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચને ઝડપી પાડ્યા હતા. આ બનાવની ફરિયાદ નોંધી મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી અશોકભાઈ માનસિંગભાઈ (ઉ.૩૨), રાજેશભાઈ માનસિંગભાઈ (ઉ.૩૪), રાજુભાઈ મંગાભાઈ પરમાર (ઉ.૩૫), જીતેશભાઈ ભગવાનજીભાઈ મકવાણા (ઉ.૩૨), જેન્તીભાઈ સવજીભાઈ પારેજીયા (ઉ.૩૫) રહે. બધા હજનાળી ગામ વાળા ને રૂ.૧૪.૨૫૦ રોકડ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પડ્યા હતા.

- text

ઢુવા પાસે તોડફોડ ન કરવા બાબતે સમજવા જતા મારામારી
ઢુવા સીરામીકમાં અસામાજીક તત્વો દ્વારા કેબીનમાં તોડફોડ ન કરવા બાબતે સમજાવા જતા યુવાન ને મારમાર્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધણી છે, ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી અશોકભાઈ લક્ષ્મણભાઈ ભીમાણી (ઉ.૪૩) ગઈ કાલે ઢુવા પાસે રોસા કારખાનામાં પોતાની કેબીને હતા તે દરમિયાન આરોપી નાગજીભાઈ કોળી, પ્રકાશભાઈ કોળી, અરવિંદભાઈ કોળી, અને બે અજાણ્યા શખ્સો રહે બધા માટેલ વાળા આવી ને તેની કેબીન ના કાચ તોડી અન્ય તોડફોડ કરી હતી. એ બાબતે સમજવા જતા આરોપીએ ગાળો બોલી લાકડી અને ઢીકા પાટુનો માર માર્યો હતો. જેથી અશોકભાઈને સારવાર અર્થે મોરબી હોસ્પીટલે ખસેડ્યા હતા. આ બનાવની ફરીયાદ વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text