ટંકારા : મેઘરાજાનું તોફાની તાંડવ : 3 કલાકમાં 11.5 ઈંચ

- text


80 જેટલા લોકોને પ્રભુચરણ આશ્રમમાં ખસેડાયા : ડેની-૨ ડેમનાં 10 દરવાજા પાંચ ફૂંટ સુધી ખોલવામાં આવ્યા : ટંકારામાં NDRF અને ફાયરબ્રિગેડની ટિમ સ્ટેન્ડ

ટંકારામાં ચોમાસાની પ્રથમ ઈનીગમાં કુદરતી તબાહી સર્જાયા બાદ જનજીવન સામાન્ય થઈ યંત્રવત બને તે પહેલા જ ચોમાસાની બીજી ઈનીંગનાં મેઘરાજાએ ફરી રૌદ્ર સ્વરૂપ દર્શાવ્યું છે. આજ બપોરથી શરૂ થયેલા વરસાદથી ટંકારામાં ફરી પૂરની સ્થિતિ સર્જાય એવી સ્થિતિ નિર્માણ પામી છે. છેલ્લાં ત્રણ કલાક દરમિયાન ટંકારામાં ૩ કલાકમાં 11.5 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે અને હાલમાં પણ મેઘરાજા તોફાની તાંડવ કરતા વરસી રહ્યા છે.
ટંકારામાં વરસી રહેલા અવિરત વરસાદનાં પગલે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 50 ઘરોનાં આશરે 80 લોકોને ટંકારાનાં પ્રભુચરણદાસજીનાં આશ્રમમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત વરસાદી પાણીની આવકથી ડેની-૨ ડેમના 10 દરવાજા પાંચ ફૂંટ સુધી ખોલવામાં આવ્યા છે. ટંકારામાં વરસતા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરુ થઈ ચૂક્યું છે ત્યારે તંત્રએ ખડેપગે આવી એક્શન લેવાની શરુ કરી સૌને સ્ટેન્ડ બાય મોડમાં આવી ગયા છે. અને મોરબી જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ સતત ટંકારાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત ટંકારામાં NDRF અને ફાયરબ્રિગેડની ટિમ ને ખડે પગે રાખવામાં આવી છે.

- text

- text