મોરબીમાં એક ઇંચ વરસાદ : તંત્રને એલર્ટ રહેવા સૂચના

- text


મોરબી : તા. ૧૪ અને ૧૫ જુલાઈનાં વરસાદની ભારે આગાહીના વરતારા વચ્ચે અત્યારે મોરબી સહિત અનેક સ્થળોએ ધીમીથી મધ્યમ ધારે વરસાદ શરુ થઈ ચુક્યો છે ત્યારે કલેકટરે ભારે વરસાદની આગાહીના પગલે આજે સવારે જિલ્લાના દરેક વિભાગના ઉચ્ચ અધિકારીઓની મિટિંગ બોલાવી હતી. જેમાં દરેક અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપ્યા⁠⁠ છે. આ સિવાય માછીમારોને દરિયામાં ન જવા અને કામ સિવાય નીચાણવાળા વિસ્તારોમાં ન રહેવા સૌને સુચના આપવામાં આવે છે. વરસાદથી કોઈ જાનહાની ન થાય ઉપરાંત વિજળી અને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પીજીવીસીએલ, ફાયરબ્રિગેડ અને સંબંધિત ડેમનાં કાર્યપાલક ઈજનેરને સુચના આપી એલર્ટ રહેવા મોરબી કલેકટરએ તાકીદ કરી છે. ⁠⁠આ દરમિયાન આજ સવારથી મોરબી જિલ્લામાં વરસાદી વાદળો વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મોરબી કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ સવારના 7 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં મોરબીમાં 28એમએમ, હળવદમાં 2 એમએમ, માળિયામાં 1 એમએમ, ટંકારામાં 5 એમએમ વરસાદ નોંધાયો હતો.

- text

 

- text