મોરબી : ભૂગર્ભ ગટરની ૧૨ દિવસમાં ૧૧૯ ફરિયાદો : રોશની વિભાગમાં ૧૬૮ ફરિયાદો

- text


પ્રજાની સમસ્યા ઉકેલવામાં પાલિકા તંત્ર નિષ્ફળ

મોરબી પાલિકા લોક પ્રશ્નો ઉકેલવામાં એટલી હદે નિષ્ફળ ગયું છે કે લોકોને તંત્ર સામે મોરચો માંડવાની ફરજ પાડે છે. છતાં તંત્ર હમ નહીં સુધરેગેનાં રાગ આલાપ કરી હોવાથી પાલિકા કચેરીએ ફરિયાદોનો મારો વધી રહ્યો છે. મોરબી પાલિકામાં ૧૨ દિવસમાં ભૂગર્ભ ગટરની ૧૧૯ ફરિયાદો આવી હતી. પોતાની નિષ્ફળતાનાં આ સત્તાવાર આંકડા હોવા છતા તંત્ર ગુલબાંગો હાકવામાંથી ઊચું આવતું નથી.
મોરબી પાલિકા તંત્રની અક્ષમ્ય બેદરકારીને કારણે મોરબીને અસુવિધાનું ગ્રહણ લાગી ગયું છે. રોડની ખરાબ દુર્દશા, ગટરની ગંદકી સહિત અનેક સળગતા પ્રશ્નો છે. દરેક વિસ્તારોમાં મોટાભાગની સુવિધાનો અભાવ છે. જેમાં ગટર ઉભરાવવાની મુખ્ય સમસ્યા છે. મોટાભાગનાં વિસ્તાર ગટરના પ્રશ્નોથી પ્રભાવિત છે. મોરબી પાલિકામાં છેલ્લા ૧૨ દિવસમાં ભૂગર્ભ ગટરની ૧૧૯, રોશની વિભાગની લાઇટ બંધ હોય તેવી ૧૬૮ અને ખુલ્લી ગટર ઉભરાવવાની ૪૫ ફરીયાદો મળી હતી. જો કે બીજી અનેકગણી ફરીયાદો હોય છે. જે પાલિકાના ચોપડે નોંધાતી પણ નથી હોતી ફરીયાદોનો મારો સતત વધતો હોવા છતાં તંત્રનાં પેટનું પાણી હલતું નથી.

- text

- text