ટંકારા : લતીપર ચોકડીનો વિજપોલ નમીને યુટિલિટી પર લટકી પડ્યો

- text


સદનશિબે દુર્ઘટના ટળી : બેદરકારી કોની? છેલ્લા ૧૫ દિવસ સતત આ જગ્યા પર પાણી ભરેલા હોય નિકાલ ન હોવાથી આ ઘટના બની કે વીજલાઈનના વાયરો ઉપર લેવા માટે વેપારીઓ ૧ માસ પહેલા તંત્રને રજૂઆત કરી હતી પણ પગલા ન લેવાતા પોલ પડ્યો?

ટંકારાનુ ધડકતા શોપિંગ સેન્ટર સમા વિસ્તાર કે જ્યા ૪૨ ગામથી લોકો ખરીદી અર્થે અહી આવે છે તે લતીપર ચોકડી પાસે ગઈ સાંજે વિચિત્ર ધટના ઘટી હતી. યુટિલિટી વાહન દુકાનની બહાર ઉભું હતું ત્યારે અચાનક ગાડી પાસેનો વીજપોલ તેની માથે પડ્યો. વિદ્યુતની લાઈન ચાલુ જ હતી પણ સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. આ વીજલાઈનના વાયરો ઉપર લેવા માટે વેપારીઓ ૧ માસ પહેલા રજૂઆત પણ કરી હતી પણ તંત્ર કોઈ દરકાર ન લેતા પોલ નીચે આવીને પડ્યો હતો તેવુ વેપારી કહી રહ્યા છે. પરંતુ લોકો અહી નદી સમાન છેલ્લા ૧૫ દિવસ થી પાણી ભરાઈ જતાં જમીન પોચી બની ગયાથી આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું. વીજ પોલ નીચે પડ્યાની જાણ થતા પી.જી.વી.સી.એલની ટીમ દોડી આવી હતી અને વીજપોલ ઉભું કરવાની કાર્યવહી હાથ ધરી હતી ત્યારે હવે તંત્ર દ્વારા આવા પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ⁠⁠⁠⁠.

- text

- text