ટંકારા : આર્ય સમાજ સંસ્થા દ્વારા વેદોપચાર અભિયાન છેડવામા આવ્યુ

- text


ટંકારા : મહષિઁ દયાનંદજીએ સ્થાપેલા આયઁધમઁને વેગ આપવાનુ કામ કરતી આયઁસમાજ સંસ્થા દ્વારા તાજેતરમા વેદોપચાર અભિયાન છેડવામા આવ્યુ હતુ. જેમા લોકોના ઘરે જઈને વૈદિક યજ્ઞ કરીને વેદ તરફ પાછા વળોનો સંદેશો વેદ, વૈદિકધમઁનો મમઁ સમજાવી અપાયો હતો. જેનો લાભ ૧૨૧ પરીવારોએ લીધો હતો.

- text

સમાજમા ફેલાયેલી અંધશ્રધ્ધા, કુરિવાજો સામે ઍકલપંડે લડીને ક્રાંતિકારી સંત તરીકે જગત આખામા ડંકો દેનારા મહષિઁ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામા દયાનંદે સ્થાપેલા આયઁધમઁની જયોતને પ્રજ્વલિત રાખવાનુ કામ કરતી આયઁસમાજ (ત્રણહાટડી) સંસ્થા દ્વારા તાજેતરમા શહેરમા વેદોપચાર અભિયાન છેડવામા આવ્યુ હતુ. જોકે સંસ્થા દર વર્ષે નિયમીત સતત ત્રણ માસ સુધી વૈદિકપ઼ચાર માટે અભિયાન ચલાવવાની ઝુંબેશ ઉપાડે છે.તે અંતગઁત આ વખતે પણ અભિયાન શરૂ કરાયુ હતુ. જેમા સંસ્થાના આયઁવિચારકો લોકોના ઘરે ઘરે જઈને વેદ અને વૈદિકધમઁના પ્રવચન,લોકોને કુરિવાજોથી દુર રહેવા, અંધશ્રધ્ધા, વહેમને ફગાવવાની સમજ આપીને ઘરે વૈદિકયજ્ઞ કરવાની સમજ આપે છે. યજ્ઞ કરવાથી તન, મન પ્રફુલિત થવાની સાથે વાતાવરણ પાવન થાય છે. પરિવારના સભ્યોમા તનાવ દુર થાય છે. યજ્ઞની જ્વાળાથી પયાઁવરણ શુધ્ધ થવાની શિખ આપીને યજ્ઞના અંતે આત્મોન્તિ માટે પ્રેરણા આપે છે. અને અંતિમ ચરણમા જેના ઘરે યજ્ઞ યોજાયો હોઈ યજમાન પરીવારના સભ્યો, ઉપસ્થિતો સાથે વેદ, વૈદિકધમઁ, આયઁસમાજના વિચારોની ખુલા મને ચચાઁ કરવામા આવે છે. વેદોપચાર અભિયાનનો આરંભ હસમુખભાઈ દુબરીયાના ઘરે પ્રથમ યજ્ઞ કરીને કરાયા બાદ ૧૨૧ પરીવારોના આંગણા પાવન કરાયા હતા. આયઁસમાજની ડોર ટુ ડોર વેદપ઼ચાર અભિયાન યાત્રામા સંસ્થાના હસમુખભાઈ પરમાર, યોગેશ કારાવડીયા, મનિષ કોરીંગા, પરેશ કોરીંગા સહિતના જોડાયા હતા.

 

- text