મોરબી અને ટંકારામાં રાત્રીના ધીમીધારે અડધો ઇંચ વરસાદ

- text


મોરબી : મોરબી જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. બીજા રાઉન્ડમાં મેઘરાજા ધીમા પગલે કૃપા વરસાવી રહ્યા છે. મોરબી જિલ્લામાં ગુરૂવાર સવારે 7 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં મોરબીમાં 20 એમએમ અને ટંકારમાં 10 એમએમ અને હળવદમાં 5 એમએમ વરસાદ નોંધાયો છે. જેમાં રાત્રી દરમિયાન મોરબીમાં 12 અને ટંકારમાં 10 એમએમ એટલે કે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા શુક્રવાર, શનિવાર અને રવિવાર ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે મોરબીના તમામ વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા છે.

- text

- text