17મીએ મોરબી સહીત રાજ્યભરના શિક્ષકોની માસ સીએલ

- text


સાતમા પગારપંચ સહિતની જુદી-જુદી માંગણી મુદ્દે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય

મોરબી : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો, આચાર્ય તથા વહીવટી કર્મચારીઓ દ્વારા સાતમા પગારપંચ અને પડતર પ્રશ્ને ધરણા આવેદન બાદ પણ સરકાર દ્વારા હકારાત્મક જવાબ ન મળતા હવે આગામી તા.17 ના રોજ શિક્ષકો દ્વારા માસ સીએલ પર ઉતરી જાવા નિર્ણય કર્યો છે જે ને પગલે મોરબી જિલ્લા ના શિક્ષકો પણ 17 મીએ શૈક્ષણિક કામગીરી થી અળગા રહેશે.
મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘના પ્રમુખ એ.વી.કગથરાએ જણાવ્યું હતું કે ગઈકાલે ગાંધીનગર ખાતે મળેલી સંકલન સમિતિ ની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ તા.17 ના રોજ રાજ્યભરના શિક્ષકો દ્વારા માસ સીએલ પર જાવા નિર્ણય કર્યો છે જે અંતર્ગત મોરબી જિલ્લાના તમામ શિક્ષકો પણ માસ સીએલ પર ઉતરી જઈ શૈક્ષણિક કાર્ય થી અળગા રહેશે. વધુમાં તેમને ઉમેર્યું હતું કે,સંકલન સમિતિના નેજા હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તથા આર્ચાર્યો અને વહિવટી શાખાના કર્મચારીઓ સાતમા પગારપંચનો લાભ આપવા, શિક્ષકોની ઘટ પૂરી પાડવા, શિક્ષકો પર કામનું ભારણ ઘટાડવા, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપવા, ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની ભરતી કરવા સહિતની માંગણી સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરી શાંતિ પૂર્ણ રીતે લડત ચલાવી રહ્યા છીએ પરંતુ સરકાર દ્વારા અમારી માંગણી પ્રત્યે કોઈ જ લક્ષ ન આપતા માસ સીએલ પર જાવા નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે શિક્ષક સંઘ સંકલન સમિતિ દ્વારા સાતમા પગારપંચની માંગ ને લઇ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર પણ કર્યો છે.ત્યારે હવે રાજ્યભરના શિક્ષકો દ્વારા લડતને વધુ ઉગ્ર બનાવવા સામુહિક રાજા પર ઉતરવા નિર્ણય કરતા સરકાર ને રેલો આવે તેમ હોવાનું મનાઈ રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્યભરના શિક્ષક સંઘની બેઠકમાં મોરબી જિલ્લા સંઘના પ્રમુખ એલ.વી. કથગરા સહિતના હોદેદારો હાજર રહ્યા હતા અને સામુહિક લડતમાં મોરબી જિલ્લાનો ટેકો જાહેર કરી જિલ્લાના તમામ શિક્ષકોને માસ સીએલ પર ઉતરી જવા સંદેશો પાઠવ્યો હતો.

- text