મોરબી : નવયુગ મહિલા સાઈન્સ કોલેજમાં ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઇન કોર્ષની શરૂઆત

મોરબી : નવયુગ મહિલા સાઈન્સ કોલેજ મોરબી દ્વારા IFJD ઈન્સીટ્યુટ ઓફ ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઈન કોર્ષની શરૂઆત કરવામાં આવી છે. જેમાં બેઝીક ફેશન ડિઝાઇનીંગનો ૬ મહિનાનો કોર્ષ અને એડવાન્સ ફેશન ડિઝાઈનીંગનો ૧૨ મહિનાઓ કોર્ષ છે. આ કોર્ષમાં મૌલિક ડિઝાઇનને કાપડનાં વણાટ સાથે કાગળ પર સજાવીને દર્શાવવાની સુંદર શૈલી સાથે કાપડનું ડ્રાફ્ટટીંગ, કટિંગ, શીખવવામાં આવે છે. આ ઉપરાંત બધા પહેરવેશનાં પ્રકાર સાથે કાપડને યોગ્ય ટેકનીકથી સ્ટીચ કરતા અને એમ્બ્રોડરી વર્ક સહિત અન્ય ફેશન ડિઝાઇનનું વર્ક શીખવવામાં આવે છે.

નવયુગ મહિલા સાઈન્સ કોલેજ મોરબી દ્વારાર IFJD નામનો મહિલા કોર્ષ સંપૂર્ણ વ્યવસાયલક્ષી કોર્ષ છે. તેમજ આ કોર્ષ શીખીને મહિલાઓ વૈશ્વિક સ્તરે પોતાની પ્રતિભા દર્શાવી શકે છે. ફેશન અને જ્વેલરી ડિઝાઇન ક્ષેત્રે કારકિર્દીનું ઉજ્જવળ તક પાથરતા આ કોર્ષમાં જોડાવવા માટે નવયુગ મહિલા કોલેજ, બાની વાડી પાછળ, મોરબી-રાજકોટ હાઈવે વીરપર ખાતે સંપર્ક કરવો.