મોરબી : ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની રજૂઆતથી મોરબી વિધાનસભા વિસ્તારનાં ૧૩.૩૦ કરોડનાં રોડ કામોને મંજુરી

- text


જેતપર ગામથી જોડતો નદી પરનાં બ્રીજ સાથેનો રોડ ૮.૫૦ કરોડ રૂ.નાં ખર્ચે મંજુર : બોડકી ખીરસરાને જોડતો રોડ ૨.૩૦ કરોડનાં ખર્ચે મંજુર : કાજરડા ટ્રાફિકને લક્ષમાં લેતા ૧.૬૦ કરોડનાં મંજુર : બહાદુરગઢથી સોખડાનો રસ્તો ૯૦ લાખ રૂ.નાં ખર્ચે મંજુર

શહેરી વિસ્તારોમાં મળતી તમામ સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારોમાં મળે તે લક્ષ્ય સિદ્ધ કરવા કાર્યરત મોરબી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની રજૂઆતથી મોરબી-૬૫ વિધાનસભા વિસ્તારનાં ૧૩.૩૦ કરોડ રૂ.નાં કામને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મંજુરી આપી છે.
મોરબી તાલુકાના જેતપર ગામથી જોડતો રસ્તો જેમાં નદી પરનાં બ્રીજ સાથેનો રોડ ૮.૫૦ કરોડ રૂ.નાં ખર્ચે મંજુર કરેલો છે. તે ઉપરાંત માળિયા મી. તાલુકાના બોડકી ખીરસરાને જોડતો રોડ ૨.૩૦ કરોડનાં ખર્ચે મંજુર થયો છે. માળિયા મી. તાલુકાનાં કાજરડા ટ્રાફિકને લક્ષમાં લેતા ખૂબ મજબુત અને નવી ડીઝાઇનનો ૧.૬૦ કરોડનાં ખર્ચે મોરબી તાલુકાના બહાદુરગઢથી સોખડાનો રસ્તો ૯૦ લાખ રૂ.નાં ખર્ચે મંજુર થયો છે.
આ અગાઉ નોનપ્લાન રસ્તાઓ પૈકી મહદ અંશે તમામ રસ્તાઓને મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના અંગે ૧૫ કરોડ રૂ.થી વધારે રકમ મંજુર કરવામાં આવેલી હતી. જ્યારે મોરબી અને આસપાસનાં ગામોમાં ૧૩.૩૦ કરોડ રૂ.ના ખર્ચે રોડ કામની મંજુરી મળતા આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

- text

 

- text