જુથ અથડામણ બાદ હળવદ આખું બંધ : આઇજી સહિતનો કાફલો હળવદમાં

- text


હળવદમાં દરબાર જૂથે ભરવાડ જૂથ પર કરેલા હુમલા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

મોરબી : હળવદમાં ભરવાડ સમાજ દ્વારા આગામી સમયમાં ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવા જીઆઇડીસીમાં આવેલ ઠાકરધણીના મંદિરે મીટિંગ યોજાઇ હતી. દરમીયાન ધ્રાંગધ્રા ખાતે આજે ઇન્દ્રસિંહ ઝાલાના બેસણામાં હાજરી આપી સૌરાષ્ટ્ર તરફ ક્ષત્રિય સમાજના લોકો કારના મોટા કાફલા સાથે જઇ રહ્યા હતા. દરમિયાન હળવદ ઠાકરધણીના મંદિર પાસેથી પસાર થતા તકરાર થઇ હતી. દરમિયાન મામલો બીચકાતા ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા. જેમાં ગોલાસણ ગામના રાણાભાઇ ભલુભાઇ ભરવાડનું મોત થયુ હતુ. જયારે આ ઘટનામાં ગંભીર રીતે ધાયલ થયેલા બે લોકો ખેતાભાઈ નાગજીભાઈ ભરવાડ ઉ.વ. ૫૦ અને બાલાભાઈ નાગજીભાઈ ભરવાડ ઉ.વ. ૪૫ને મોરબી સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જૂથ અથડામણમાં મૃત્યુ પામનાર રાણાભાઈ ભલુભાઈ ભરવાડ ઉ.વ. ૫૦ની લાશ હળવદ હોસ્પિટલમાં પીએમ અર્થે લઇ જવામાં આવી છે. જ્યાં હોસ્પિટલ ખાતે ભરવાડ સમાજનાં મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોએ ભરવાડ મૃતકની ડેથ બોડી જ્યાં સુધી દરબાર જૂથ સામે કડક પગલા લેવામાં ન આવે ત્યાં સુધી સ્વીકારવાની ના પાડી છે. આ કારણોસર મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે તૈનાત કરી દેવામાં આવ્યો છે. જયારે હળવદમાં જૂથ અથડામણના પગલે થોડી જ મિનિટોના સમયમાં હળવદ હાઇવે તથા ગામમાં ટપોટપ દુકાનો બંધ થવા લાગી હતી. અને સમગ્ર હળવદ સજળ બંધ થાઓ ગયું હતું. પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી થતા પોલીસે સતત પેટ્રૉલિંગ ચાલુ કરી મામલો થાળે પાડવા દોડધામ શરૂ કરી હતી. મોરબી એસ.પી સહિત પોલીસનો મોટાભાગનો સ્ટાફ હળવદ પહોંચી ગયો છે. રાજકોટથી સૌરાષ્ટ્ર રેન્જ આઈજી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સમગ્ર હળવદ જાણે પોલીસ છાવણીમાં પલટાઈ સમસ્ત ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જડબેસલાત બંધ છે.

- text

સલામતીના ભાગ રૂપે મોરબી ધ્રાંગધ્રા હાઇવે પર એસટી બસો રસ્તામાં થંભાવી દેવાઈ
જૂથ અથડામણની ઘટના બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિની વચ્ચે અમદાવાદથી મોરબી તરફ આવતી તમામ એસટી બસોને હળવદ નજીક સલામત સ્થેળે પોલીસ બંદોબસ્તની વચ્ચે થંભાવી દેવામાં આવી છે.

- text