મોરબી : જાગરણની રાત્રે રોમિયોગીરી કરતા ૫૦ છેલબટાઉને પોલીસે પાઠ ભણાવ્યો

- text


મોરબીમાં યુવતીઓએ જાગરણ કરીને જયાપાર્વતી વ્રતની ઉજવણી કરી

મોરબી : બે તીથીઓને કારણે યુવતીઓએ સોમ અને મંગળવારે જાગરણ કરીને જયાપાર્વતી વ્રતની ઉમંગભેર ઉજવણી કરી હતી. મોટા ભાગની યુવતીઓ પરીવારજનો સાથે મયુરપૂલ પાસે ઉમટી પડીને જાગરણ મનાવ્યું હતું. જો કે મંગળવારની રાત્રે ધીમી ધારે વરસાદ હોવાથી મયૂરપૂલ પર ઓછી ભીડ જોવા મળી હતી. મોટાભાગની યુવતીઓ ઘરમાં જ રહી પરીવારજનો સાથે શેરી રમતો રમીને જાગરણ મનાવ્યું હતું. જાગરણ દરમિયાન બહેનોની છેલબટાઉ યુવાનો કનડગત ન કરે તે માટે શહેર પોલીસે વિશેષ આયોજન ઘડી કાઢ્યું હતું. પીઆઇ ઓડદરા, પીએસઆઇ ઝાલા અને લાગધીરકા મેડમ સહિત બાવન કર્મચારીઓની પાંચ ટીમો રાતભર પેટ્રોલીંગ કર્યું હતું. જેમાં ૫૦ જેટલા યુવાનોને ઝડપી લઈને ઉઠક બેઠક કે કૂકડાં બનાવીને કાયદાનું ભાન કરાવ્યુ હતું.

- text