મોરબીની આર્ટસ કોલેજમાં મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

- text


મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં મોરબી જીલ્લા કલેકટર અને જીલ્લા ચુંટણી અધિકારી આઈ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને મતદાન યાદી સુધારણા અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જીલ્લા નાયબ ચુંટણી અધિકારી ચૌધરીએ વિદ્યાર્થીઓને મતદાન યાદી અંગેની ટેકનીકલ માહિતી આપી હતી. તેમજ મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલએ અત્યંત સરળ શબ્દોમાં વિશ્વમાં સૌથી મોટા લોકશાહી દેશને મજબુત બનાવી મતદાન યાદી કાર્ય અંગેનું પૂર્ણ માર્ગદર્શન સાથે ચુંટણીપંચની કામગીરી અંગે વિશેષ ચર્ચા કરી હતી.લોકશાહીને મજબુત યુવાનોએ જ રાખી છે. તેમ મતદાન અંગે જાગૃતિ લાવવાના હેતુથી જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ ડો.એલ.એમ.કંઝારીયા, મોરબી નાયબ જીલ્લા ચુંટણી અધિકારી ચૌધરી, મામલતદાર કૈલા, તેમજ સર્વે સ્ટાફ સહીત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહીને મતદાન યાદી અંગે માહિતી મેળવી હતી.

- text

- text