હળવદ : રોટરી ક્લબનો ૩જો પદગ્રહણ સમારોહ યોજાયો

- text


હળવદ : રોટરી ડિસ્ટ્રીક્ટ ૩૦૬૦નું નવું વર્ષ જૂન મહિનામાં પૂર્ણ થતા રોટરી હલવદની બધી જ ટીમના હોદ્દેદારોની નવી વરણી કરવામા આવી હતી. શહેરના શરનેશ્વેર મહાદેવ મંદિર ખાતે ડી.જી. રુચિર જાની, આઇ.સી. સુરક્ષા બાથલા, ડી.આર.આર. વૈભવ મહેતા, એ.જી. હેમલ શાહના હસ્તે વિવિધ કલબોના હોદેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં રોટરીના પ્રેસિડેન્ટ ચિનુભાઈ પટેલ, સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા, ઈંનરવિલ પ્રેસિડેન્ટ જયશ્રી બેન, સેક્રેટરી જલ્પા રાવલ, રોટરેક્ટ પ્રેસિડેન્ટ મહિપાલસિંહ જાડેજા, સેક્રેટરી રજની અઘારાં, ઇન્ટેક્ટ પ્રેસિડેન્ટ અનંત અઘારા, સેક્રેટરી કરણ ચાવડા, અરલીએક્ટ પ્રેસિડેન્ટ જૈમીન રાવલ, સેક્રેટરી અજય ચાવડા, આર. સી.સી. રણમલપુર પ્રેસીડન્ટ મુકેશભાઈ વરમોરા, સેક્રેટરી જીતેન્દ્રભાઈ વરમોરાને શપથ લેવડાવ્યા હતા. સાઈઠ વર્ષથી ઉપરની ઉંમરના સેવાભાવી લોકોની એક સિનિયર સિટીઝન કલબની સ્થાપના કરવામાં આવી હતી જેના પ્રેસિડેન્ટ ચંદુભાઈ વૈષ્ણવ, સેક્રેટરી અરવિંદભાઇ રાવલને નિયુક્ત કર્યા હતા. આ સમારોહના મુખ્ય મહેમાન તરીકે હૅમેન્દ્રભાઈ દવે (લંડન) એ ખાસ હાજરી આપી હતી. તથા દરેક ક્લબના મેમ્બર્સ તથા આમંત્રિતો મોટી સંખ્યામાં હાજર રહેલા હતા. આ સમગ્ર કાર્યકમનું સંચાલન નરભેરામભાઈ અઘારા અને ગજેન્દ્રભાઈ મોરડીયા કર્યું હતું .⁠⁠⁠

- text

 

- text