હળવદ : અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી ૧૦ જગ્યાને કાયમી રીક્ષા સ્ટેન્ડ જાહેર કર્યા

- text


હળવદ શહેરમાં દિન પ્રતીદિન ટ્રાફિક વધતો જાય છે. રીક્ષા, છકડો રીક્ષા જેવા વાહનોની સંખ્યામાં ઊતરોતર વધારો થતો જાય છે. આ વાહનોના પાર્કિંગ માટે કોઈ જ્ગ્યા નક્કી કરવામાં આવી નહીં હોવાના કારણે રસ્તાઓ ઉપર ગમે તે જગ્યાએ આવા વાહનો ઊભા રહે છે. જેના કારણે રાહદારીઓને અવર જ્વરમાં મુશ્કેલી ઊભી થાય છે. જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે ઓટોરીક્ષા અને છકડોરીક્ષા સ્ટેન્ડની જ્ગ્યા નક્કી કરવા મામલતદારશ્રી ને દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેના પગલે આ બાબતે અધિક મેજિસ્ટ્રેટ ગિરીશ શાહે જાહેરનામું બહાર પાડી ૧૦ જગ્યાને કાયમી રીક્ષા સ્ટેન્ડ જાહેર કર્યા છે. જેમાં દશામાના મંદિર પાસે ૫ રીક્ષા, હળવદ-ટીકર રસ્તા પાસે ત્રણ રસ્તા પાસે ૧૫ રીક્ષા, હળવદ બસ સ્ટેન્ડ પાસે ૧૫, જૂની પોલીસ ચોકી, ધ્રાંગ્રધા દરવાજા પાસે ૫, દરબાર નાકા પાસે ૫, દતેશ્વર દરવાજા પાસે ૧૦, લક્ષ્મી નારાયણ ચોક પાસે ૫, હળવદ સરા રોડ તળાવ પાસે ૧૦, રેલવે સ્ટેશન પાસે ૧૦ અને પેટ્રોલ પમ્પની બાજુમાં ૫ રીક્ષા કે છકડા પાર્કિંગ કરી શકાશે.⁠⁠⁠⁠

- text

- text