હમ નહિ સુધરેગે : વધુ બે જગ્યાએ સીરામીક કંપનીઓ દ્વારા પ્રદુષિત પાણીનો જાહેરમાં નિકાલ

- text


પ્રદૂષણ બોર્ડે છેલ્લા ત્રણ મહિનામાં પ્રદૂષણ મામલે ૩૦ જેટલી કંપની સામે કાર્યવાહી કરી છે : ૨૫જેટલી કંપનીને ક્લોજર નોટિસો ફટકારાઇ છે : છતાં અમુક સિરામિક એકમો હમ નહીં સુધરેગે અને થાય તે કરી લો એવો મેસેજ પ્રદૂષણ બોર્ડને આપતા હોય તેમ જાહેરમાં પ્રદુષિત પાણીનો નિકાલ

મોરબીનાં જૂનાં ઘૂટું રોડ ઉપર આવેલી સોસાયટી અને બંધુનગર પાસે આસપાસની સિરામિક ફેક્ટરીઓ દ્વારા પ્રદુષિત પાણીનો જાહેરમાં નિકાલ કરવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે સ્થાનિક પ્રદુષિત બોર્ડ બેને સ્થળે પ્રદુષિત પાણીના નમૂના લઈને યોગ્ય તપાસ કરવાનું જણાવ્યુ છે.
જૂના ઘૂટું રોડ પર આવેલ સીલ્વર પાર્ક સોસાયટીના રહીશોમાં ઉઠેલી ફરીયાદ મુજબ આસપાસની ફેક્ટરીઓનાં કોલગેસનાં પ્રદુષિત પાણી સોસાયટીમાં પહોચી ગયા છે. પરીણામે લોકોના આરોગ્ય પર ખતરો ઉદ્દભવ્યો છે. આસપાસની સિરામિક કંપનીઓ નીતિ નિયમો નેવે મૂકીને જાહેરમાં પ્રદુષિત પાણીનો નિકાલ કરતાં હોવાથી આ સમસ્યા સર્જાય છે. જ્યારે બંધુનગર ગામ પાસેનાં લોકોમાં ઉઠેલી ફરીયાદ મુજબ ત્યાની સિરામિક ફેકટરીઓએ કોલગેસનાં પ્રદુષિતપાણીનાં બંધુનગર પાસે જાહેરમાં નિકાલ કર્યો હતો. જેથી ગામ લોકોનું આરોગ્ય જોખમાયું છે. આ મામલે સ્થાનિક બોર્ડનાં અધિકારી બી.જી.સૂતેરેજાએ જણાવ્યુ હતું કે આ બંને સ્થળે પ્રદુષિત પાણીની અમને ફરીયાદ મળી છે. ત્યાં જઈને પ્રદુષિત પાણીના નમૂના લઈ પૃથ્થકરણ અર્થ મોકલાવશે. જેમાં જે તે કંપની જવાબદાર ઠરાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદૂષણ બોર્ડે છેલ્લા ત્રણ મહિનામાં પ્રદૂષણ મામલે ૩૦ જેટલી કંપની સામે કાર્યવાહી કરી છે. અને ગાંધીનગરથી ૨૫જેટલી કંપનીને ક્લોજર નોટિસો ફટકારાઇ છે. તેમ છતાં અમુક સિરામિક એકમો હમ નહીં સુધારેગે અને થાય તે કરી લો જાણે એવો મેસેજ પ્રદૂષણ બોર્ડને આપતા હોય તેમ જાહેરમાં પ્રદુષિત પાણીનાં નિકાલ કરી તંત્રને પડકારી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

- text