મોરબી : મતદાર યાદી સુધારણાની અત્યાર સુધીની કામગીરીમાં કુલ ૪૪૪૩ નવા મતદારો ઉમેરાયા

- text


૧૯૩૧નાં નામો કમી કરાયા, ૨૬૪૬ મતદાર કાર્ડમાં જરૂરી સુધારા વધારા કરાયા : જે મતદાર કાર્ડમાં સ્થળ બીજા બુથમા બદલાવ્યા હોય તેવા ૨૯૫ મતદાર કાર્ડમાં રહેઠાણનાં સ્થળ બદલાવાયા

મોરબી જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ૧લી જુલાઈથી એક માસ સુધી જિલ્લા કલેક્ટર તંત્ર અને ચુટણી શાળા દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો છે. જેમાં દરેક મતદાન બુથો પર તથા કોલેજ અને કચેરીમાં મતદારો નવા ઉમેરવા, નામ કમી કરવા, સહિતની કામગીરી કરાઇ રહી છે.
મોરબી જિલ્લામાં મતદાર યાદી સુધારણાની અત્યાર સુધીની કામગીરીમાં કુલ ૪૪૪૩ નવા મતદારો ઉમેરાયા છે. ૧૯૩૧નાં નામો કમી કરાયા છે. જ્યારે ૨૬૪૬ મતદાર કાર્ડમાં જરૂરી સુધારા વધારા કરાયા છે. ઉપરાંત જે મતદાર કાર્ડમાં સ્થળ બીજા બુથમા બદલાવ્યા હોય તેવા ૨૯૫ મતદાર કાર્ડમાં રહેઠાણનાં સ્થળ બદલાવાયા છે. મતદાર સુધારણા કાર્યક્રમ અંગે ચૂંટણી અધિકારી ચૌધરીએ જણાવ્યુ હતું કે અગાઉ કોલેજમાં નવા મતદારોનાં નામ ઉમેરવા માટે જે.એ.મહિલા કોલેજમાં ખાસ કેમ્પ કર્યો હતો. આ કોલેજમાં ૯૨ નવા મતદારો ઉમેરાયા હતા. હજી કોલેજમાં નવા મતદારોનાં નામ ઉમેરાય તે માટે જે તે કોલેજમાં મતદાર યાદીનાં ફોર્મ મોકલાવી દીધા છે. અને હજી જે ને મતદાર યાદીનાં કામો બાકી રહી ગયા હતાં તેનાં માટે હજી બે રવિવાર બાકી છે. જે તે મતદાન બુથો પર સંપર્ક કરી શકાશે.

- text

- text