મોરબી : સ્કૂલે જવાનું કહી ગુમ થયેલો છાત્ર અંબાજીથી મળ્યો

મોરબીના લખધીરનગર નવાગામનો રહેવાસી મહેશ ઉર્ફે લાલો મનુભાઈ સુરેલા કોળી (ઉ.વ.૧૪ વર્ષ ૭ માસ) વાળો ગત શનિવારના રોજ પોતાના ઘરેથી ગુમ થયો હતો ત્યારે ચિંતાતુર પરિવારે સગીર બાળક ગુમ થતા આ મામલે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે અપહરણ અંગે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી. સગીર બાળકને શોધવા માટે તાલુકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.જાડેજા તથા તાલુકા પોલીસના પીએસઆઈ આર.ટી. વ્યાસને બાળક અંબાજીમાં હોવાની બાતમી મળતા રુતંત તાલુકા પોલીસની ટીમ અંબાજી ખાતે રવાના કરી હતી અને બાળકને શોધીને તેના પિતા મનુભાઈ અમરશીભાઈ સુરેલાને સોંપી પરિવાર સાથે તેનું સુખદ મિલન કરાવ્યું હતું. સગીર બાળક કોઈની સાથે અંબાજી પહોંચ્યો હતો, કે પછી એકલો અંબાજી કેવી રીતે પહોંચ્યો વગેરે પૂછપરછ તાલુકા પોલીસની ટીમ ચલાવી રહી છે.