ચાચાવદરડા ગામે ઝેરી અસરથી ત્રણ મોરના મોત : પક્ષી પ્રેમીઓમાં અરેરાટી

- text


માળિયા મીયાણા વિસ્તારના ગ્રામ્ય વિસ્તાર જેવા કે તરઘરી નાનાભેલા ચાચાવદરડા સરવડ મોટાભેલા હોય કે વેણાસર આ ગ્રામીણ વિસ્તારોમાં રાષ્ટ્રીય પક્ષી મોર માટે સાનુકૂળ વાતાવરણ અને ત્યાંના લોકોની મોર પ્રત્યે ની લાગણી જગ જાહેર છે હમણા થોડા સમય પહેલા ટીવી અને ન્યુઝ પેપરમાં માનવ કરતા મોર વધુ માં આ તાલુકા નુ નાનાભેલા ગામ નુ નામ ગુંજી ઉઠ્યુ હતુ અને મોરની વસ્તી અને માણસો સાથે મોરની દોસ્તી જોવા દર રવિવારે નાનાભેલા ગામે બહારથી લોકો સહ પરીવાર સાથે રવિવારની રજા માણવા આવતા હોય છે અને નાનાભેલા ગામને મોરના ગામની ઉપમા આપવામાં આવે છે નાનાભેલાથી ચાર કિ.મી ના અંતરે આવેલા ચાચાવદરડા ગામે છેલ્લા બે દિવસમાં ભેદી રોગથી રાષ્ટ્રીય પક્ષી મોર અચાનક વૃક્ષો ઉપરથી પટકાયને નિચે પડતા હોવાની જાણ ગામના જાગૃત નાગરિકો રમણીકભાઇ બાવરવા, હરીભાઇ પટેલ તથા મહિન્દ્રસીહ જાડેજા ને થતા તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્રણ મોરને કાલે મોટાદહિસરા ફોરેસ્ટ વિભાગ ની નર્સરીએ સારવાર માટે ખસેડાયા હતા ત્યારબાદ આજે ફરીથી ત્રણ મોર નીચે પટકાતા ત્યાં હાજર કૂતરાઓએ બે મોરને બચકા ભરી લેતા ધટના સ્થળે મોતને ભેટીયા હતા અને ત્રીજા મોરને મોટા દહિસરા આજે સારવાર આપવા લઇ જવામાં આવ્યો હતો પણ સારવાર મળે તે પહેલા ત્રીજા મોરે દમ તોડ્યો હતો

- text

મોરબી અપડેટ સાથે મોટા દહિસરા ફોરેસ્ટ વિભાગ ના કાનાભાઇ ચાવડાએ વાત કરતા જણાવ્યુ હતુ કે ચાચાવદરડા ગામે બનેલી ઘટનામાં અહી ત્રણ મોર સારવાર હેઠળ છે જયારે એક મોર સારવાર અપાઈ તે પહેલા મોતને ભેટીયો હતો જે ત્રણ મોર સારવારમાં છે જેમાંથી એક મોર તંદુરસ્ત જણાતા ચાચાવદરડા ગામના પંચ વચ્ચે જંગલમાં છુટો મુકવામાં આવ્યો છે અને બે મોર સારવાર માટે મોટા દહિસરા નર્સરી માં છે જેને માળિયાથી પશુ ડોક્ટર બોલાવી ભેદી રોગ વિશે ની માહિતી મેળવવામાં આવશે અને જે મોર સારવારમાં છે તેની તંદુરસ્તી સુધરે એટલે પંચની હાજરીમાં જંગલોમાં મુક્ત કરવામાં આવશે

આ ધટનાની જાણ થતા વવાણીયા બીટ જમાદાર ફિરોઝભાઇ સુમરા પણ ચાચાવદરડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કોઇ મોરના શિકાર માટે ઝેરી ખોરાક કે અન્ય કોઈ તથ્ય જાણવા મળે તો માળિયા પોલીસ મથકે જાણ કે માહિતી આપવા ગામલોકો સાથે વાત કરી હતી અને પક્ષી પ્રેમી દર્શાવ્યો હતો

- text