વાંકાનેર : ખેડુતોનું દેવું માફ કરવા અને યુવાનોને રોજગારી આપવા બાબતે રજૂઆત

- text


વાંકાનેર : આજ રોજ વાંકાનેર મામલાતદારને ગુજરાતના ખેડુતોનું દેવું માફ કરવા અને યુવાનોને રોજગારી મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં APMC ડીરેક્ટર શકિલ પીરઝાદા મોરબી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન ગુલાબભાઈ પરાસરા વાંકાનેર તાલુકા યુથ કોગ્રેસ પ્રમુખ આબીદ ગઢવાળા તેમજ આઈ ટી સેલ પ્રમુખ અખ્તર બાદી યુથ કોગ્રેસ મહામંત્રી ડો.રૂકમુદિન માથકીયા તેમજ સમગ્ર યુથ કોગ્રેસ ટીમ ઉપસ્થિત રહીયા હતા. આવેદન પત્રમાં ગુજરાતની ભાજપ સરકારના વિકાસના દાવાની વચ્ચે ગુજરાતમાં ખેડૂતોની હાલત અને ખાસ કરીને વધી રહેલી બેરોજગારી બાબતે ગુજરાતની નિર્ભર ભાજપ સરકારને જાગવા અને આ બાબતે યોગ્ય પગલાંની માંગ કરવામાં આવી છે. વાયબ્રન્ટ ગુજરાતના નામે માત્ર તાયફા કરવામાં આવે છે. અને લખો યુવકોને રોજગારી મળશે તેવા સરકારના દાવા પોકળ સાબિત થયા છે. ગુજરાતમાં વિકાસ અને યુવકોને રોજગારી માત્ર કાગળ પર જ જોવા મળે છે. વાસ્તવિકતામાં ગુજરાતનો યુવક અને ખેડૂતોની હાલત દયનિય છે. ત્યારે આ બાબતે જો સરકાર તાત્કાલિ ખેડૂતોનું દેવું માફ કરી અને યુવકોને રોજગારી માટે કોઈ યોગ્ય કદમ નહિ ઉઠાવે તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

- text

- text