ટંકારા : બસે બાઈકને ઠોકરે લેતા એકને ગંભીર ઇજા

- text


108 દ્વારા ધાયલને રાજકોટ રિફર કરાયો

ટંકારા : રાજકોટ મોરબી રોડ પર ફરી એક ગંભીર રીતે અકસ્માત સર્જાયો હતો જેમા ટંકારા ના સાવડી ગામે રાજુભાઈ પટેલ ની વાડી મા મજુરી કામ અર્થે આવેલ પરસોત્તમ હરમલ કોઈ કામ શબબ ટુવિહિક્લ લઈ ટંકારા આવ્યો હતો ત્યારે લતીપર ચોકડી પાસે લાલ કલરની બસે ટક્કર મારી હતી અને બાઈક સાથે ગંભીર રીતે પગ નો છુદો નિકળી ગયો હતો બનાવ બાદ નજરે જોનારા ના જણાવ્યા મુજબ લાલ રંગ ની બસ પોબારાભણિ ગઈ હતી જાગૃત નાગરિકે 108 ને ફોન કરતા પાયલોટ રાજુ દુબરીયા અને ડો. મુકેશ મકવાણા એ તાત્કાલિક સારવાર સાથે રાજકોટ ખાતે રિફર કર્યો છે જ્યા મળતી વિગતો અનુસાર પગ ના ભાગે ગંભીર ઇજા થઇ છે અને ઓપરેશન પણ આવે તેવુ જણાવ્યું હતું.જોકે આ અંગે હજુ ટંકારા પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાઇ નથી.

- text

- text