મોરબી : હરિપર પ્રાથમિક શાળામાં શિક્ષક નિવૃત્તિ અને શિક્ષક સન્માન કાર્યક્રમ યોજાયો

મોરબી તાલુકાની શ્રી હરિપર (કેરાળા) પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રણછોડભાઈ જી. ઓડિયા વય નિવૃત થતા તેમનો વિદાયમાન સમારોહ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાના અધ્યક્ષ સ્થાને હરિપર કે. પ્રાથમિક શાળામાં તા.૮ જુલાઈના રોજ યોજાઈ ગયો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રી શૈલેશભાઈ બી.સાણજા, જિ. પ્રા. સિ. સંઘના પ્રમુખશ્રી મણીભાઈ વી. સરડવા, મહામંત્રીશ્રી ઈસુબભાઈ પરમાર, જિ. પ્રા. શિ. સંઘના પૂર્વ પ્રમુખશ્રી વિજયભાઈ સરડવા, તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, જિલ્લા અને તાલુકાના શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, શિક્ષકસંઘના પ્રતિનિધિશ્રીઓ, રંગપર તાલુકા શાળા શિક્ષક પરિવાર, અન્ય આમંત્રિત શિક્ષકો, સ્નેહીજનો, ગામના સરપંચશ્રી અને ગ્રામજનો ઉપસ્થિત રહયાં. રાજ્યસંઘના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે વિદાયમાન સન્માન અર્પિત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ દ્વારા સન્માન અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ અને ભોજન સમારંભના સૌજન્ય/સ્પોન્સર્સ તરીકે જિ. પ્રા. શિ. સંઘ-મોરબીના સિનિયર કાર્યાઘ્યક્ષ જાકા સાહેબ અને શિક્ષણ અને સંગઠનના ભેખધારી એવા કલાભાઈ જાકાસણીયા રહયાં હતા. રાજ્ય સંઘના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ વિદાય માન આપતા જણાવ્યું કે રાજ્ય સંગઠન આવા સમર્થ શિક્ષકોનું સન્માન કદી ચૂકતું નથી. રાજ્ય સંગઠન હક અને ફરજ સાથે લઈને ચાલે છે. રણછોડભાઈ ઓડિયાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે રાજ્ય સંગઠનના સાનિધ્યમાં મને જે વિદાયમાન આપવામાં આવ્યું તે મારા માટે અહોભાગ્યની વાત ગણાય. આ પ્રસંગે નિવૃત થનાર શિક્ષકશ્રી રણછોડભાઈ ઓડિયા તરફથી હરિપર શાળા, રંગપર તા. શા. શિક્ષક કલ્યાણનીધી અને “ચાણક્ય”ભવન ગાંધીનગરને દાન આપવામાં આવ્યું. આ પ્રસંગે માન્ય દિગ્વિજયસિંહના હસ્તે એસ.આર.જી. પરિક્ષામાં ગુજરાત રાજ્યમાં પ્રથમ આવેલ કેરાળા પ્રા.શા.ના શિક્ષકશ્રી અંકિતભાઈ જોશી, આજ પરીક્ષાને સફળતાપૂર્વક પાસ કરનાર સી.આર.સી.સી. સંદીપ આદ્રોજા તેમજ બંધુબેલડી જાકા સાહેબ અને કલાભાઈનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જિ. પ્રા. શિ. સંઘના કાર્યાલયમંત્રી શૈલેષ ઝાલરીયા, મોરબી ટીચર્સ ૧૦૮ના પ્રમુખશ્રી હર્ષદ મારવાણીયા અને શિક્ષકશ્રી અશ્વિન એરણિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રંગપર તા.શા.ના આચાર્ય શ્રી દિલીપ પટેલ, હરિપર શાળાના આચાર્ય શ્રી દેવકરણ ભાઈ સુરાણી અને તાલુકા શાળા પરિવારના શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી. હરિપર ગામના દરેક પરિવારમાંથી એક એક સભ્યો પણ ભોજન સમારંભમાં જોડાયા હતા. આ કાર્યક્રમના દાતા અને રાજ્ય સંગઠનના સ્નેહી એવા શ્રી જાકા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.⁠ ⁠⁠