મોરબી : સિરામિક.એસોનાં બીલ વિના માલ નહીં વેચવાના નિર્ણયને યુપી સિરામિક એસો.નો ટેકો

- text


મોરબી : ૧ જુલાઈથી જીએસટી કાયદાના અમલ બાદ સિરામિક એસો. દ્વારા મીટીંગ બોલાવી સર્વાનુમતે ફ્લોરટાઈલ્સ, વોલ ટાઇલ્સ અને વિટરીફાઇડ ટાઇલ્સના તમામ ઉત્પાદકોએ બિલ વગર વેચાણ નહિ કરવાનું નક્કી કરી ગ્રાહકોને કોઈપણ જાતનું કમિશન ન આપવા ઉપરાંત સેમ્પલ ટાઇલ્સના બોક્સ પણ બિલ વગર કારખાના બહાર ન કાઢવા નક્કી કર્યું હતું. જે અંગે ચેકિંગ પણ હાથ ધરવાનું શરુ થઈ ગયું છે ત્યારે આ નિર્ણયને યુપી સિરામિક એસો. તરફથી ટેકો આપી અભીનંદન પાઠવવામાં આવ્યા છે.
ઉત્તરપ્રદેશ ટાઈલ્સ એસો.નાં અધ્યક્ષ સર્વેશ્વર (કલ્યાણ એજન્સી ફેઝાબાદ) દ્વારા મોરબી સિરામિક એસોને. અભિનંદન પાઠવતા ઉત્તરપ્રદેશનાં સમસ્ત ટાઈલ્સ વેપારીને અપીલ કરી હતી કે, મોરબીનાં સિરામિક એસો.નાં એકમોની જેમ જ યુપીનાં એકપણ સિરામિક એકમો વગર બીલ માલની લે-વેચ કરશે તો તેમની પર કાયદાકીય પગલા લેવામાં આવશે. આ ઉપરાંત વગર બીલ માલ લે-વેચ કરનાર સિરામિક કંપનીની કમ્પ્લેન ગુજરાત સિરામિક એસો.ને પણ કરવામાં આવશે. સાથોસાથ જીએસટી દિલ્હીને પણ આ કમ્પ્લેન કરવામાં આવશે.
આમ, મોરબી સિરામિક એસો.ના વગર બીલ માલ લે-વેચ નહીં કરવાના ક્રાંતિકારી નિર્ણયની નોંધ ઉત્તરપ્રદેશ સિરામિક એસો.એ લઈ અભિનંદન પાઠવ્યા છે.

- text

- text